જામનગરથી સોમનાથ મહાદેવના દર્શને આવેલી પરિણીતા પ્રેમી સાથે ઉડી ગયા બાદ 15 વર્ષે મળી
પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ કઈઇના પો.ઇન્સ.એસ.વી.રાજપુત તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ.નરેન્દ્રભાઇ પટાટ નાઓને મળેલ માહીતી આધારે પ્રભાસ પાટણ પો.સ્ટે. ગુમ રજી.નં.02/2009 તા.07/04/2009 થી નીચે જણાવેલ નામવાળી યુવતિ સોમનાથ મંદીર ખાતે પોતાના પતિ સાથે આવેલ હતી અને ત્યાંથી તેઓ કોઇને કહ્યા વગર ગુમ થયેલ હોય જે બાબતે ગુમ દાખલ હોય જેને એલ.સી.બી.ના પો.સબ ઇન્સ.એ.સી.સિંધવ તથા પો.હેડ કોન્સ. હીતેશભાઇ વાળા, ઉદયભાઇ સોલંકી, પ્રકાશભાઇ સોલંકી તથા પો.કોન્સ. અશોકભાઇ મોરી નાઓને આ ગુમ થનાર યુવતિને નાલા સોપારા, મુંબઇ શોધી કાઢવામાં આવેલ છે.
ગુમ થવાનું કારણ આ કામે ગુમ થનાર યુવતીના લગ્ન 2008માં જામનગર ખાતે થયેલ હતા તે અગાઉ યુવતીને પતિના મિત્ર ચેતન સાથે પ્રેમ સબંધ હતો પરંતુ પરીવારની અસહમતિ હોવાથી બંનેના લગ્ન થયેલ નહી, થોડા સમય બાદ યુવતી તેના પતિ સાથે સોમનાથ મંદીરે દર્શન કરવા આવેલ ત્યાથી તેના પ્રેમી સાથે કોઇને કહયા વગર જતી રહેલ બાદ અને પ્રેમી સાથે રહી મુંબઇ ખાતે આવેલ અને બ્રાન્દ્રામાં કોર્ટમાં મેરેજ કરી લીધેલ અને હાલ મુંબઇ રહે છે.કામગીરી કરનાર અધિકારી/કર્મચારી મા એલ સી બી ગીર સોમનાથ ના 1) એસ.વી.રાજપુત, પોલીસ ઇન્સ. 2) એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ.3) એચ.એલ.જેબલીયા, પો.સબ ઇન્સ. 4) નરેન્દ્રભાઇ પટાટ,પો.હેડ કોન્સ.5) હીતેષભાઇ વાળા, પો.હેડ કોન્સ.6) ઉદયસિંહ સોલંકી, પો.હેડ કોન્સ. પ્રકાશભાઈ સોલંકી, પો.હેડ કોન્સ્ટેબલ 8) અશોકભાઇ મોરી, પો.કોન્સ.ટીમ દ્વારા કરવામાં આવેલ.
