ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પરસ્ત્રી સાથેના પ્રેમસંબંધના કારણે પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી

11:31 AM Jul 31, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે માવતરે રહેતી પરિણીતાને પરસ્ત્રી સાથેના આડા સંબંધના કારણે પતિએ ઘરમાંથી પહેરેલ કપડે ધક્કો મારી કાઢી મુકયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ અને દાદીજી સાસુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના કોલકી ગામે રહેતી હાર્દિકાબેન સાવનભાઈ કરડાણી (ઉ.32) નામની પટેલ યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના રોયલ એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ સાવન છગનભાઈ કરડાણી અને દાદાજી સાસુ શાંતાબેન પ્રભુદાસ કરડાણીનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના તા.6-6-2022ના સાવન કરડાણી સાથે લગ્ન થયા હતાં. લગ્ન બાદ પતિ પત્ની જૂનાગઢ માસા-માસી સાથે રહેતા હતાં આ વખતે યુવતીએ પોતાના પતિનો મોબાઈલ ચેક કરતાં તેમાંથી અન્ય છોકરીના ફોટા જોવા મળ્યા હતાં. જે બાબતે પુછતાં આ છોકરી આઈસીઆઈસી બેંકમાં નોકરી કરે છે જેને હું અગાઉથી ઓળખુ છું અને મારે તેની સાથે સંબંધ છે તેવી વાત કરી હતી.

ત્યારબાદ પતિ પત્ની રાજકોટ રહેવા આવી ગયા હતાં અને પતિ મેટોડા જીઆઈડીસીમાં નોકરીએ લાગી ગયો હતો. જ્યારે દાદીજી સાસુ પણ તેમની સાથે રહેતા હતાં. આ દરમિયાન પતિ અને દાદીજી સાસુ તને રાખવી નથી તેમ કહી નાની નાની વાતુના મેણા માણતાં હતાં અને મારે અન્ય છોકરી સાથે સબંંધ છે તે હું રાખીશ તારે રહેવું હોય તો રહે નહીંતર પીયર જતી રહે તેવા મેણા મારતાં હતાં અને એક દિવસ પતિએ પત્નીને ધક્કો મારી ઘરમાંથી કાઢી મુકી મકાનના દરવાજા બંધ કરી દીધા હતાં.

આ બનાવ બાદ યુવતીએ પોતાના પિતાને ફોન કરી તેડવાનું કહેતા પિતા તેને રાજકોટથી તેડી ગયા હતા અને બાદમાં મહિલા પોલીસ સમક્ષ અરજી કરતાં પોલીસે પતિ અને દાદીજી સાસુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement