દારૂ ઢીંચી ટલ્લી થઈ ગયેલા પતિની હાજરીમાં જ પરિણીતા ઉપર માસિયાઈ દિયરે આચર્યુ દુષ્કર્મ
સંતાન થતા ન હોવાથી લગ્નની લાલચ આપી દીવ-દ્વારકા-રાજકોટની હોટલોમાં શરીર સંબંધ બાંધ્યો, મંગળસૂત્ર પણ પહેરાવ્યું પછી તરછોડી દીધી, હવે પતિ પણ સ્વીકારતો નથી
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના જામનગર રહેતા માસીજીના દીકરા દિયરે લગ્ન કરવાની લાલચ આપી અને દિવ,દ્વારકા અને રાજકોટની હોટેલમાં લઇ જઇ અવારનવાર શરીર સબંધ બાંધ્યો હતો.તેમજ આ મામલે એકવાર દ્વારકા લઇ જઇ ત્યાં હોટેલમાં મંગલસૂત્ર પહેરાવી અને સેંથો પુરી આપણે લગ્ન કરવાના જ છે કહી બાદમાં જામનગર બોલાવી લગ્ન કરવાની ના પાડી દેતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે જામનગરમાં રહેતા શખ્સ સામે ગુનો નોંધી તેને શોધખોળ શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ,ભગવતીપરાની મહિલાએ ફરિયાદમાં તેમના જામનગર રહેતા દિયર દિલીપ ઉર્ફે ઇલુ કિશોરભાઈ સોલંકીનું નામ આપતા તેમની સામે દુસકર્મની ફરિયાદ નોંધાઈ છે.આ મામલે મહિલાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાન ન થતા હોય જેની દવા ચાલુ હોય જેથી આ દિલીપ તથા તેના પત્ની અમારા ઘરે આવ્યા ત્યારે તેઓએ મને કહેલ કે જામનગરમાં સારા ડોક્ટર ને ત્યાથી દવા લેશું તો સારું થઈ જાશે, તેમ કહેતા હુ મારા સાસુ સાથે જામનગર આ દિલીપના ઘરે ગયેલ હતી.ત્યારે આ દિલીપે મને કહેલ કે તારો પતિ દારુ પીવાની ટેવવાળો છે અને તને બરોબર રાખતો નથી અને મારી પત્ની મારા મમ્મીને બરોબર રાખતી નથી જેથી હું પણ મારી પત્નીથી કંટાળેલ છું, જેથી મારે પણ પત્ની સાથે નથી રહેવુ. તેવી વાતો કરતો અને અવારનવાર આ દિલીપે મારી સાથે લગ્ન કરી લેવાની વાતચીત કરેલ હતી.
બાદમાં 15-09-2024 ના રોજ મારો જન્મદિવસ હોય અને દિલીપે મને મારા પતિ સાથે દિવ ફરવા જવાની વાત કરેલ અને કહેલ કે હું તથા મારી પત્ની અને તુ અને તારો પતિ એમ આપણે ચારેય જણા દિવ ફરવા જશુ.બાદમાં અમે ચારેય જણા રાજકોટથી દિવ ગયેલ હતા.દિવ જઈને આ દીલીપ અને મારા પતિએ ડ્રિક કરેલ હતુ.પતિ ખુબ દારુ પી ને રાત્રે હોટેલમાં સુઇ ગયો તે દરમ્યાન રાત્રીના દીલિપ મારા રૂૂમમાં આવેલ અને અમોએ શારીરિક સબંધ બાંધ્યા હતા.બાદમાં અમે બીજા દિવસે રાજકોટ આવેલ હતા અને દિલીપ અને તેની પત્ની રાજકોટ આવી જામનગર ખાતે ગયેલ હતા.બાદમાં દિલીપે કહ્યું તું તારા પતિથી છુટાછેડા લઈ લેજે જેથી હુ મારા મમ્મીના ઘરે સુખસાગર ભગવતીપરા ખાતે જતી રહી હતી અને આ દિલીપ અવારનવાર રાજકોટ આવતો અને મને ફોન કરી માધાપર ચોકડી ખાતે આવેલ હોટેલ ખાતે બોલાવતો અને શરીર સબંધ બાંધતો હતો.અમે અવારનવાર અંદાજે 20-25 વખત શરીર સબંધ બાધેલ બાદ સદરબજાર મોટીટાંકી ચોક ખાતે આવેલ હોટેલ ખાતે 5-6 વખત શરીર સંબંધ બાંધેલ હતા.
તા.14-12-2024 ના રોજ આ દિલીપનો જન્મદિવસ હોય જેથી અમે બન્ને દ્વારકા ફરવા ગયા અને ત્યા હોટેલ માં દિલીપે મને મંગલસુત્ર પહેરાવેલ અને સેંથો પુરેલ અને મને કહેલ કે હુ તને મારી પત્ની માનુ છુ.એકવાર દિલીપે મને કહેલ કે મારે મારી પત્ની સાથે છુટાછેડા થઈ ગયા છે હુ તારો સામાન જામનગર લઈ જાવ અને બાદમાં 11-05-2025 ના રોજ હુ તને તેડવા આવીશ બાદ આ દીલીપ મને તેડવા આવ્યો નહી અને મને કહેલ કે તુ એકલી જામનગર આવતી રહેજે.જેથી હુ જામનગર દિલીપના ઘરે ગયેલ તો ત્યાં દિલીપની પત્ની,તેમના મમ્મી તથા દિલીપના બાળકો હાજર હતા અને દિલીપે મને કહેલ કે આપણે ભાગી જઈએ તેમ કહી તે મને જામનગરમાં 2 દિવસ હોટેલમાં રાખ્યા બાદ દિલીપના મામાની દિકરીના ઘરે ત્રણ દિવસ જામનગર રોકાયા બાદ તેના કાકાના ઘરે 15 દિવસ રોકાયેલ બાદમાં દિલીપે મને કહેલ કે મારે તારી સાથે લગ્ન નથી કરવા તુ તારી મમ્મીના ઘરે રાજકોટ જતી રહે જેથી હું મારા ઘરે ભગવતીપરા જતી રહી હતી.આમ આરોપીએ અવારનવાર લગ્નની લાલચ આપી પરિણીતા પર દુસકર્મ ગુજાર્યું હતું. પરિણીતાની ફરિયાદ મુજબ આરોપીએ તેને તરછોડી દીધી છે જ્યારે હવે પતિ સ્વિખારવા તૈયાર નથી, તેથી બન્ને તરફથી જીવન બરબાદ થઈ ગયું છે.