150 ફૂટ રિંગ રોડ પર સોસાયટીમાં પરિવાર સાથે સૂતેલી પરિણીતા સાથે અડપલા
મૂળ ઉપલેટાના વિકૃત શખ્સે રાજકોટમાં પરીવાર સાથે અગાસી પર સુતેલી મહિલાના શરીરે અડપલા કર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી.મહિલા જાગી જતા આરોપી ભાગીને બાજુમાં આવેલ ભાડાના મકાનમાં જઈ સુઈ ગયો હતો. પરંતુ દોડી આવેલ પોલીસે આગવી ઢબે સરભરા કરતાં વિકૃત કબૂલાત આપી હતી.વધુ વિગતો મુજબ,150 ફૂટ રીંગરોડ નજીક રહેતી 35 વર્ષે પરણીતાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઋત્વિક કનું મેવાડા (રહે.મૂળ ઉપલેટા, હાલ રાજકોટ) નું નામ આપતા યુનિ પોલીસે ગુનો નોંધી આરોપીની અટક કરી હતી
ફરિયાદીએ જણાવ્યું હતું કે,તેઓ અગાઉ રૈયા ગામ વિસ્તારમાં રહેતા હતા બાદ છેલ્લા બે મહિનાથી તેઓ પરિવાર સાથે દોઢસો ફૂટ રીંગ રોડ નજીક આવેલ એક શેરીમાં રહેવા આવ્યા હતા. તેણીના પરિવારમાં તેના પતિ મજૂરી કામ કરે છે.
ગઈ તા. 29 ના તેઓ પરિવાર સાથે ઘરે હતા ત્યારે રાત્રિના ઉનાળાના કારણે ગરમી હોવાથી રાત્રિના સમયે પતિ અને ચારેય સંતાનો સાથે અગાસી પર જોવા માટે ગયેલ હતા ત્યારે મોડી રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ તેમના શરીરે કોઈ હાથ ફેરવતું હોય તેવું સ્પષ્ટ થતા તેઓ જાગી ગયા હતા અને બૂમાબૂમ કરી દેતા એક્ શખ્સ ત્યાંથી દોડીને નાસી છૂટતો જોવા મળ્યો હતો. જે બાદ તેણીએ તેના પતિને બનાવ અંગે વાત કરતા ત્યાં નજીકમાં જ રહેતા પડોશીના ઘરે તપાસ થઈ ગયા હતા.જ્યાં ત્રણ યુવાનો ભાડે રહેતા હોય જેથી મકાન માલિકને જગાડી આ ઘટના અંગે વાત કરી હતી.
જે બાદ ત્રણેય યુવાનોને પણ જગાડી પૂછપરછ કરતા તેઓએ વ્યવસ્થિત જવાબ આપ્યા નહોતા, જોકે તેણે એક શખ્સને કપડાથી ઓળખી બતાવ્યો હતો. જે બાદ તેઓએ 181 ને કોલ કરતા દોડી આવેલ પોલીસે ત્રણેય શખ્સોને પોલીસ મથકે લઈ જઈ આગવી ઢબે પૂછપરછ કરતા તેમાંથી ઋત્વિક મેવાડા નામના શખ્સે પ્રથમ સિગારેટનું પેકેટ લેવા ગયો હતો બાદમાં ચોરી કરવાના પ્રયાસથી ત્યાં ગયો હતો અને છેલ્લે આકરી પૂછતાછ જ બાદ પોતે મહિલાની આબરૂૂ લૂંટવાના ઇરાદે ગયો હોવાની કબુલાત આપી હતી.જે બાદ યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આરોપી ડ્રાઈવિંગ કામ કરે છે અને છેલ્લા પંદરેક દિવસથી રહેવા આવ્યો હોવાનું સામે આવ્યું છે.