For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરમાં ગ્રાહક બની આવેલો શખ્સ રૂા.5.40 લાખના દાગીના લઈ રફુચક્કર

11:34 AM Oct 13, 2025 IST | Bhumika
જેતપુરમાં ગ્રાહક બની આવેલો શખ્સ રૂા 5 40 લાખના દાગીના લઈ રફુચક્કર

શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા મતવા શેરી વિસ્તારમાં આવેલીથ મહેન્દ્રકુમાર એન્ડ સન્સથ નામની સોના-ચાંદીની પેઢીમાં ગ્રાહક બનીને આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારી યુવકની નજર ચૂકવી રૂૂ. 5.40 લાખની માતબર કિંમતના સોનાના પેન્ડેન્ટની ઉઠાંતરી કરી પલાયન થઈ જતાં સમગ્ર સોની બજારમાં ચકચાર મચી જવા પામી છે.
શહેરના ધોરાજી રોડ પર માધવ પાર્કમાં રહેતા યુવાન વેપારી આદિત્યભાઈ તેજસભાઇ હરસોરા (ઉ.વ.19) પોતાની મતવા શેરીમાં આવેલી દુકાને હાજર હતા. તેમના પિતા કોઈ કામ અર્થે બજારમાં ગયા હતા. અને તેઓ દુકાન પર એકલા હતા. તે દરમિયાન માથા પર સફેદ ટોપી અને મોઢા પર કાળા રંગનું માસ્ક પહેરેલો આશરે 30 થી 40 વર્ષનો એક હિન્દી ભાષી શખ્સ દુકાનમાં પ્રવેશ્યો હતો.

Advertisement

આ શખ્સે કાનમાં પહેરવાની કડીઓ ખરીદવાના બહાને આદિત્યભાઈને વાતોમાં પરોવી દીધા હતા. વેપારી યુવક તેને અલગ-અલગ વેરાયટીની કડીઓ બતાવી રહ્યો હતો. તે દરમિયાન આરોપીએ યુવકનું ધ્યાન ભટકાવી કાઉન્ટર પર પડેલી સોનાના પેન્ડલ ભરેલી ડબી હાથચાલાકીથી સેરવી લીધી હતી. યુવક કંઈ સમજે તે પહેલાં જ આરોપી દુકાનની બહાર નીકળી ગયો હતો અને દુકાનથી થોડે દુર મોટરસાયકલ ચાલુ રાખીને ઉભેલા પોતાના સાગરિત પાછળ બેસીને આંખના પલકારામાં ફરાર થઈ ગયો હતો.

યુવકને શંકા જતાં તેણે કાઉન્ટર તપાસ્યું તો પેન્ડલની ડબી ગાયબ હતી. તેણે તુરંત જ પોતાના પિતાને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ચોરી થયેલ ડબીમાં કુલ 58 જેટલા સોનાના પેન્ડલ હતા, જેનું વજન આશરે 50 ગ્રામ હતું અને તેની કુલ કિંમત રૂૂ. 5,40,000/- થાય છે.

Advertisement

ઘટના બાદ પિતા-પુત્રએ આરોપીઓને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે તેમણે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાને પગલે શહેરના અન્ય સોની વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement