મોરબી રોડ ઉપર આધેડે 20 રૂપિયાની ઉઘરાણી કરતાં નસેડી પાઇપ વડે તૂટી પડયો
ગંજીવાડાના યુવાને દારૂના નશામાં પોતાની જાતે પડખામાં છરી હુલાવી દીધી
શહેરની ભાગોળે આવેલા વાછકપર બેડી ગામે રહેતા આધેડ મોરબી રોડ ઉપર હતા ત્યારે ઉછીના આપેલા રૂૂ.200 ની ઉઘરાણી કરતા નસેડીએ દારૂૂના નશામાં પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના વાછકપર બેડી ગામે રહેતા નરશીભાઈ લાલજીભાઈ જાદવ નામના 50 વર્ષના આધેડ સાડા દસેક વાગ્યાના અરસામાં મોરબી રોડ ઉપર હતા ત્યારે બળવંત લીંબાસીયા નામના શખ્સે પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં નરશીભાઈ જાદવે પોતાની વાડીએ અવાર નવાર આવતા બળવંત લીંબાસીયાને રૂૂ.200 હાથ ઉછીના આપ્યા હતા. જે રૂૂપિયાની ગઈકાલે ઉઘરાણી કરતા બળવંત લીંબાસીયાએ દારૂૂના નશામાં નરશીભાઈ જાદવ ઉપર હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ગંજીવાડા વિસ્તારમાં આવેલા મહાકાળી ચોકમાં રહેતા રવિ ખોડાભાઈ પરમાર નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે દારૂૂના નશામાં પોતાની જાતે પડખામાં છરી હુલાવી દીધી હતી. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.