આજીડેમ ચોકડી પાસેથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો : 1.06 લાખનો દારૂ કબ્જે
મોટી ટાંકી ચોક પાસેથી 45 હજારના દારૂ સાથે બે રાજસ્થાની પકડાયા
શહેરમા અલગ અલગ ત્રણ સ્થળે પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આજીડેમ ચોકડી પાસેથી રીક્ષામા દારૂની હેરાફેરી કરતા શખ્સને રૂ. 1.06 લાખનાં દારૂ સાથે ઝડપી પાડયો હતો. જયારે મોટી ટાંકી ચોક પાસેથી 45 હજારનાં દારૂ સાથે બે રાજસ્થાનીને ઝડપી લીધા હતા
.
પીસીબીનાં હેડ કોન્સ. કિરતસિંહ, કોન્સ. વાલજીભાઇ જાડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો દરમિયાન ભાવનગર રોડથી આજીડેમ ચોકડી તરફનાં રસ્તે સતાર નામનો શખ્સ પોતાની રીક્ષામા દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી રીક્ષા ચાલક સતારશા કાદરશા સર્વદી (રે. ભવાની ચોક ન્યુ સાગર સોસાયટી કોઠારીયા રોડ ) ને ઝડપી પાડી રીક્ષાની તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની બોટલ નં 78 (કિ. 1,05,600 ) મળી આવતા પોલીસે દારૂ અને રીક્ષા મળી કુલ રૂ. 1,85,600 નો મુદામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી જેની પુછપરછમા આ દારૂનો જથ્થો દુધસાગર રોડ પર હૈદરી ચોકમા રહેતા શાહરૂખ નુરાભાઇ સર્વદીએ આપ્યાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે . જયારે બીજા બનાવમા ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ એ. એસ. ગરચરનાં માર્ગદર્શન હેઠળ એએસઆઇ સમીર શેખ, કોન્સ. હરપાલસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે મોટી ટાંકી ચોક પાસેથી રાજસ્થાનનાં રોડસીંગ કેસરસીંગ સોલંકી અને ભગવાનદાસ કિશનદાસ રંગ સ્વામીને દારૂનાં ચપલા નં 224 (મિ. 44800) સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડામા બી ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ એસ. એસ. રાણેનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમા હતો દરમિયાન કોન્સ. સંદિપ અવાડીયા અને હાર્દિક છૈયાને મળેલી ચોકકસ બાતમીનાં આધારે મોરબી રોડ પર વેલનાથપરા ઓવર બ્રીજ પાસેથી બાઇક લઇ નીકળેલા ધવલ વિક્રમભાઇ ગોલતર (રે. રંગીલા પાર્ક, મોરબી રોડ ) ને દારૂની 18 બોટલ સાથે ઝડપી પાડી દારૂ અને બાઇક મળી કુલ રૂ. 1,01,576 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.