વાત કરવાના બહાને મોબાઇલ લઇ ભાગી જતો ગઠિયો પકડાયો, છ ગુનાની કબૂલાત
શહેરમા મોબાઇલ ફોનમા વાત કરવાનુ જણાવી મોબાઇલ લઇ જઇ નાસી જતા ગઠીયાને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમા તેમણે છેલ્લા 3 મહીનામા 7 ગુના આચર્યાની કબુલાત આપી હતી. આ ગુનાનુ ડીટેકશન એલસીબી ઝોન ર ની ટીમે કર્યુ હતુ.
વધુ વિગતો મુજબ રાજકોટ શહેરમા ઘરફોડ ચોરી, બાઇક ચોરી તેમજ રીક્ષા પેસેન્જરના ખિસ્સામાથી ચોરીનાં બનાવો બન્યા હોય જેનો ભેદ ઉકેલવા એલસીબી ઝોન ર ની ટીમના એએસઆઇ જે. વી. ગોહીલ, એએસઆઇ રાજેશભાઇ મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહેલ, કુલદીપસિંહ રાણા અને સાયબર સેલ ઝોન ર ના એએસઆઇ મીલાબેન અડતરીયા તેમજ મહીલા કોન્સ્ટેબલ નગ્માબેન સુમરા સહીતનાં સ્ટાફે બાતમીનાં આધારે ગાંધીગ્રામ એસ. કે. ચોક પાસેથી શંકાસ્પદ જણાતા અમરેલીનાં લીલીયા રોડ પર હરી વ્યાસ સોસાયટી મકાન નં 39 મા રહેતા જય મનુભાઇ દુધાતને પકડી તેના પાસે રહેલા થેલામા ચેકીંગ કરતા 3 ચોરાઉ મોબાઇલ, સ્માર્ટ વોચ, એરપોર્ડ અને લેપટોપ બેગ મળી આવ્યા હતા.
આરોપીની પુછપરછમા જયે ગાંધીગ્રામ વિસ્તારમા એક મોબાઇલની તફડંચી કરી હતી તેમજ 3 મહીનામા અમદાવાદનાં નરોડા વિસ્તાર, જુનાગઢમા બે મહીના પહેલા, દોઢેક મહીના પહેલા મોરબીથી રીક્ષામા બેસી ગોંડલ રોડ સુર્યકાંત હોટલ પાસે ઉતરી પોતાનો મોબાઇલ બંધ થઇ ગયો હોય અન્ય વ્યકિત પાસેથી વાત કરવા માટે મોબાઇલ લઇ નીકળી ગયો હતો. 10 દિવસ પહેલા જુનાગઢનાં ધવલ નામના માણસને મળી સોમનાથ પ્રોડકટ બતાવવાની હોવાનુ જણાવી સોમનાથ જઇ મંદિરમા દર્શન કરવા સામાન લોકરમા મુકી ચાવી પોતાની પાસે રાખી લીધી હતી અને છ મહીના પહેલા અમદાવાદનાં આશ્રમ રોડ પર વાત કરવાનુ કહી આઇફોનની ચોરી કરી હતી .
આરોપી મોબાઇલ ચોર્યા બાદ સોમનાથ જઇ લોકરમા મુકી દેતો હતો અને ચાવી પોતાની પાસે રાખતો હતો . 3 થી 4 મોબાઇલ ભેગા થઇ જાય ત્યારબાદ સુરતનુ અવધ મોબાઇલ નામનુ બિલ બનાવી તેની પ્રિન્ટ કાઢી સ્ટેમ્પ બનાવી સહી કરી મોબાઇલ વેચી નાખ્યા બાદ રોકડી કરી લેતો હતો. આરોપી પાસેથી 39 હજારનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો છે. તેમજ આરોપી વિરુધ્ધ મોબાઇલની તફડંચી અને છેતરપીંડી અંગેનાં કુલ પાંચ ગુના નોંધાઇ ચુકયા છે.