શહેરમાં આઈપીએલ પર સટ્ટો રમતો એક શખસ ઝડપાયો
11:55 AM Apr 22, 2025 IST
|
Bhumika
Advertisement
મોબાઇલ સહિતનો મુદામાલ જપ્ત
Advertisement
જામનગર શહેરમાં આઈ.પી. એલ.ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમનારા તત્વો ને પોલીસ શોધી રહી છે, અને આવા તત્વો સામે પોલીસ કેસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂૂપે એલસીબી ની ટુકડીએ વધુ એક શખ્સને મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડી પાડ્યો છે. જામનગરમાં ત્રણ દરવાજા વિસ્તારમાંથી રમેશ મગનલાલ મકવાણા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જે શખ્સ પોતાના મોબાઈલ ફોન મારફતે આઈ.પી.એલ. ની ક્રિકેટ મેચ પર જુગાર રમતા મળી આવ્યો હતો. જેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતની સામગ્રી કબજે કરી લીધી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન પોતે લંઘાવાડના ઢાળિયા પાસે રહેતા મુનાફ ઉર્ફે મુન્ના પાસે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
Next Article
Advertisement