દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.44 લાખનો મુદ્દામાલ કબજે
ઓખામાં પરવાનગી વગર માછીમારી કરતા બે સામે કાર્યવાહી
દ્વારકાના પી.આઈ. આકાશ અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના ભદ્રકાલી ચોક વિસ્તારમાંથી સ્થાનિક સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા કાનદાસ બાપુના આશ્રમ પાછળ રહેતા દાનિશ ઈકબાલ જીવાણી નામના 23 વર્ષના શખ્સને રૂૂપિયા 43,260 ની કિંમતની વિદેશી દારૂૂની 14 બોટલ તથા રૂૂપિયા 1,200 ની કિંમતના દારૂૂના 8 ચપલા તેમજ રૂૂપિયા એક લાખની કિંમતની મારુતિ અલ્ટો કાર સહિત કુલ રૂૂપિયા 1,44,480 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ પ્રકરણમાં ઉપરોક્ત આરોપીના પાર્ટનર તરીકે નૈનેશ સંજય મંગલદાસ વિઠલાણીનું નામ પણ ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
માછીમારી
ઓખામાં નેતરના પુલ પાસેથી સ્થાને પોલીસે આરંભડા ગામના રહીશ શબ્બીર કરીમ સંઘાર અને કરીમ વલીમામદ બેતારાને પોતાના કબજા ભોગવટાની બોટ લઈને પરવાનગી વગર માછીમારી કરવા તેમજ હોળીના રજીસ્ટ્રેશનના કાગળો સાથે રાખ્યા વગર દરિયામાંથી પરત આવતા ઝડપી લઇ, બંને સામે બી.એન.એસ. અને ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
