પાટડીના વિસાવડીમાંથી 960 ગ્રામ ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો
11:52 AM Mar 25, 2025 IST
|
Bhumika
Advertisement
આરોપી પોતાની ઓરડીમાં ગેરકાયદે છોડને ઉછેરતો હતો
Advertisement
સુરેન્દ્રનગર એસઓજી પોલીસે પાટડી તાલુકાના વિસાવડી ગામમાં મોટી કામગીરી કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાની ખેતી કરતા શખ્સને પકડ્યો છે. આરોપી પાસેથી 960 ગ્રામ વજનના ગાંજાના ચાર છોડ મળી આવ્યા છે. જેની કિંમત રૂૂ. 9600 આંકવામાં આવી છે.પોલીસે આરોપી ખેતાભાઇ વજાભાઇ નગવાડીયા (ઠાકોર)ની ધરપકડ કરી છે. 50 વર્ષીય આરોપી પોતાના મકાનની નવેળી (ગેલેરી)માં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ ઉછેરતો હતો.
એસઓજી પોલીસે આરોપીને ઝડપી લઈને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.આ કામગીરીમાં એસઓજીના પીઆઇ બી.એચ.શીંગરખીયા, પીએસઆઇ એન.એ.રાયમા, અનિરૂૂધ્ધસિંહ અને મહાવીરસિંહ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ સામેલ હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.
Next Article
Advertisement