ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાત રસ્તા નજીકથી 800 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

11:49 AM Jul 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામનગરના સાત રસ્તા સર્કલ પાસે આવેલી જાડાના બિલ્ડીંગ નજીકથી ગઈકાલે સાંજે એસઓજીની ટીમે ધરારનગર-રમાં રહેતા મૂળ સુરજકરાડીના શખ્સને 800 ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો છે. આ શખ્સ રાજકોટથી તે જથ્થો વેચાણ માટે લાવ્યો હોવાની કબૂલાત કરી છે. જામનગરના સાત રસ્તા સર્કલ પાસે એક શખ્સ ગાંજાના જથ્થા સાથે આવ્યો હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફ ને મળતાં પીઆઈ બી.એન. ચૌધરીની રાહબરી હેઠળ ની ટુકડીએ એક શખ્સને શકના આધારે રોકીને તલાશી લેતાં હાલ જામનગરના ધરારનગર-રમાં વસવાટ કરતા મૂળ સુરજકરાડીના વતની મુઝફરખાન અનવરખાન પઠાણ નામના શખ્સ પાસેથી 800 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી અંદાજે રૂૂા. આઠેક હજાર ની કિંમતના ગાંજાને કબજે કરી એસઓજીએ આ શખ્સની પૂછપરછ કરતાં તેણે ઉપરોક્ત જથ્થો રાજકોટના એક શખ્સ પાસેથી વેચવા માટે લીધો હોવાની કબૂલાત આપી છે. એસ.ઓ.જી.એ મુઝફરખાનનો મોબાઈલ પણ કબજે કરી લઈ તેની સામે સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે.

Advertisement

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement