માળિયાના વવાણિયા ગામેથી 180 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
માળીયા (મીં) તાલુકાના વવાણીયા ગામેથી ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ-180 કિ.રૂૂ. 2,52, 000/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂ.10,000/- મળી કુલ કિ.રૂૂ.2,62,000/- ના મુદામાલ સાથે એક ઇસમને માળીયા મી. પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે વવાણીયા ગામના રહિશ કિશનભાઇ આયદાનભાઇ બોરીચાએ પોતાના કબ્જા ભોગવટાવાળા વાડાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂૂનો જથ્થો રાખેલ છે તેવી ચોક્કસ બાતમી મળેલ જે બાતમીના આધારે રેડ કરતા આરોપીના કબ્જા ભોગવટામાંથી વિદેશી દારૂૂની બોટલ નંગ 180 2,52, 000/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂ.10,000/- મળી કુલ કિ.રૂૂ.2,62,000/- ના મુદામાલ સાથે આરોપી કિશનભાઇ આયદાનભાઇ બોરીચા રહે. મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ શક્તિભાઈ બોરીચા રહે. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને વિરૂૂદ્ધ પ્રોહિ ધારા તળે માળીયા મી.પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરે લ છે.