રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘ડોન હોય તો તેના ઘરનો આપણે શું’ મશ્કરી કરતા યુવાનને શખ્સે કુહાડીનો ઘા ઝીંકયો

04:16 PM Aug 16, 2024 IST | admin
Advertisement

ભીલવાસમાં ઇગલ પેટ્રોલ પંપ પાસે બનાવ: આરોપી સામે નોંધાતો ગુનો

Advertisement

રાજકોટમાં ઇગલ પેટ્રોલપંપ પાસે મારામારીના બનાવ અંગે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.આ બનાવ અંગે ગીરનાર ટોકીઝ પાછળ ભીલવાસ શેરી નં.2 માં રહેતાં રફીકભાઈ કાસમભાઇ દલવાડી (ઉ.વ.42) એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે સદામ ઉર્ફે કડો શમશેરનું નામ આપતાં પ્ર. નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરીયાદીએ જણાવ્યું હતું કે,તેઓ છુટક મજુરી કામ કરે છે. ગઈકાલે બપોરના સમયે તેઓ ઇગલ પેટ્રોલપંપથી આગળ બસીરભાઈના ભંગારના ડેલાની સામે ઉભો હતાં તે દરમ્યાન તેમનો મીત્ર ઇમરાન ચૌહાણ આવેલ અને બન્ને વાતો કરતા હતા તે દરમ્યાન થોડીવારમા સદામ ઉર્ફે કડો શમશેર આવેલ જેથી ઇમરાનભાઇએ કહેલ કે,સદામ ડોન આવ્યો જેથી મજાક મસ્તીમા જણાવેલ કે,ડોન હોય તો તેના ઘરનો આપણે શું તેમ કહેતા તે ગુસ્સો કરી ત્યાથી જતો રહેલ અને થોડીવારમાં સદામ તેનુ એકટીવા લઇને આવેલ અને ગાળો આપી કહેવા લાગેલ કે,તુ શું કહેતો હતો ડોન હોય તો ઘરનો તેમ કહી તેના એકટીવામાથી કુહાડી કાઢતા ફરીયાદી ભાગવા ગયેલ તો કુહાડીનો એક ઘા બેઠકના ભાગે ઝીંકી દીધો હતો.યુવાનને ગંભીર ઈજા થતાં ત્યાં જ ઢળી પડ્યો હતો.

તેમજ સદામ ત્યાંથી ભાગી ગયો હતો.બાદમાં તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.આ બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધી પીએસઆઇ કે. એસ.ભગોરાએ તપાસ હાથ ધરી હતી.

Tags :
attactcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement