શાપર-વેરાવળની ઓઇલમિલમાં રહેતો શખ્સ બોટાદમાંથી પિસ્તોલ અને કાર્ટિસ સાથે ઝડપાયો
બોટાદ SOG પોલીસે ગેરકાયદેસર પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ફોરવ્હીલર કાર, પિસ્ટલ અને જીવતા કાર્ટીસ સહિત કુલ રૂૂ.5.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
SOG PI એમ.જી. જાડેજાને મળેલી બાતમીના આધારે SOG PSI એ.એમ. રાવલ, એમ.એ. રાઠોડ અને ટીમે વોચ ગોઠવી હતી. બોટાદના ઢાકણીયા રોડ પર પોલીસે એક ફોરવ્હીલર કારને કોર્ડન કરી તપાસ કરતાં તેમાંથી ગેરકાયદે પિસ્ટલ અને 4 જીવતાં કાર્ટીસ મળી આવ્યાં હતાં.
પકડાયેલા આરોપીની ઓળખ નઈમભાઈ રફિકભાઈ ભાસ તરીકે થઈ છે. તે મૂળ બોટાદનો વતની છે અને હાલ રાજકોટના સાપર વેરાવળ વિસ્તારમાં પટેલ ઓઈલમીલમાં રહે છે. પોલીસે આરોપીની વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તેની સામે અગાઉ ટાઉન પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે.
પોલીસે હવે આ ગેરકાયદેસર હથિયાર આરોપી ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની સૂચના મુજબ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયાએ જિલ્લાના તમામ અધિકારીઓને કોઈ ગંભીર પ્રકારના ગુન્હાઓ ન બને તે માટે જરૂૂરી પેટ્રોલિંગ રાખવા સૂચના આપી હતી.