ઉનાના સીમરમાં દરિયામાંથી પકડાયેલા દારૂ પ્રકરણમાં વલસાડનો શખ્સ પકડાયો
નવાબંદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા સીમર દરિયામાંથી બોટ મારફતે વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ઝડપાયાના પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના દાંડી ગામેથી રૂૂ. 56 લાખથી વધુનો દારૂૂ પૂરો પાડનાર રોનક લાલજી ટંડેલને ઝડપી પાડી નવાબંદર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે.ગત તારીખ 10ના રોજ ઇનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. રાણાને બાતમી મળતા દારૂૂનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
ત્યારબાદ નવાબંદર મરીન પોલીસના ઇનચાર્જ પી.એસ.આઈ. એચ.એલ. જેબલિયાએ તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન રૂૂ. 56 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો મોકલનાર રોનક લાલજી ટંડેલનું નામ ખુલ્યું હતું. તેને વલસાડ જિલ્લાના દાંડી ગામેથી ઝડપી પાડી નવાબંદર પોલીસ સ્ટેશન પર લાવી સઘન પૂછપરછ શરૂૂ કરવામાં આવી છે.પોલીસ દ્વારા દારૂૂનો આ મોટો જથ્થો ક્યાંથી ખરીદવામાં આવ્યો હતો અને ઉના પંથકમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે. પકડાયેલા રોનક નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ચોપડે 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. આગામી સમયમાં ઉના વિસ્તારમાં દારૂૂ સપ્લાય થવાનો હતો તે નામ પણ ખુલે તેવી શક્યતા છે.