For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દીવથી વેરાવળ દારૂની ડિલિવરી કરવા આવેલો ઉનાનો શખ્સ ઝડપાયો

12:12 PM Jul 12, 2024 IST | Bhumika
દીવથી વેરાવળ દારૂની ડિલિવરી કરવા આવેલો ઉનાનો શખ્સ ઝડપાયો
Advertisement

રૂા.3.90 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, દારૂ મંગાવનારની શોધખોળ


સંઘ પ્રદેશ દીવમાંથી વિદેશી દારૂૂનો જથ્થો વેરાવળના બૂટલેગરને ડીલીવરી કરવા આવેલા ઉનાના ખાપટ ગામના બે ઈસમો એલસીબીના હાથે ઝડપાયા હતા. એલસીબીએ વિદેશી દારૂૂના જથ્થા સહિત 3.90 લાખના મુદ્દામાલ સાથે બંને ઈસમોની તેમજ વિદેશી દારૂૂ મંગાવનાર વેરાવળના બુટલેગર વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચનો સર્વેલન્સ સ્ટાફ સોમનાથ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે સાંજના સમયે સંયુક્ત બાતમીદારથી હકીકત મળેલી કે, એક સિલ્વર કલરની ઇનોવા કારમાં વિદેશી દારૂૂનો જથ્થો જીઆઈડીસીમાં થઈ વેરાવળ તરફ જનાર છે. તેવી હકીકત મળતા પ્રભાસ પાટણના ગુલાબ નગર પાસેના તળાવ પાસે વોચમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત વાળી ઇનોવો કાર પસાર થતાં તેને રોકાવી તલાસી લેતાં ઇનોવામાંથી પ્લાસ્ટિકના ઝબલાઓમાં ભરેલી 840 બોટલ વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.

દારૂૂના જથ્થા સાથે ઉનાના ખાપટ ગામના નરેશ જીણાભાઈ મજીઠીયા તથા અનિલ હમીરભાઈ શિયાળની અટક કરી આગવી ઢબે પૂછપરછ કરતાં આ દારૂૂનો જથ્થો દીવના અલગ અલગ બારમાંથી મેળવી વેરાવળના બૂટલેગર રોહન ગાઢિયાને સપ્લાય કરવા આવેલા હોવાની કબૂલાત આપતા પોલીસે વિદેશી દારૂૂ તેમજ ઇનોવા કાર સહિત 3.90 લાખના મુદ્દામાલ સાથે બન્ને ઈસમોની ધરપકડ કરી વેરાવળના બૂટલેગર રોહન ગાઢિયા સહિત ત્રણેય વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વિદેશી દારૂૂ મંગાવનાર વેરાવળના બૂટલેગર રોહન ગઢિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement