ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાત દિવસ પહેલા ગોંડલથી બાઇક ચોરી ફેરવતો શાપરનો શખ્સ ઝડપાયો

05:15 PM Jul 05, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગોંડલની બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો, પુનિતનગર ટાંકા પાસેથી ઝડપાયો

Advertisement

રાજકોટ શહેર નાસતા ફરતા સ્કોડ ઝોન-2 ટીમે પેટ્રોલીંગ દરમિયાન ચોરાઉ બાઈક સાથે એક શખ્સને ઝડપી લઈ ગોંડલની બાઈક ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

નાસતા ફરતા સ્કોડ ઝોન-2 ટીમનાં પો.સબ.ઈન્સ આર.એચ.ઝાલા સહિતના સ્ટાફે 150 ફુટ રીંગ રોડ પુનીતનગર ટાંકા પાસે રોડ ઉપર નંબર પ્લેટ વગરના હીરો સ્પ્લેન્ડર સાથે ભાવેશ દિપકભાઈ જોબનપુત્રા રે.કર્મ રેસીડેન્સી, લોધીકા રોડ, શાપર વેરાવળને ઝડપી લઈ આગવી ઢબે પુછપરછ કરતા આજથી 7 દિવસ પહેલા ગોંડલ રેલ્વે સ્ટેશન પાસેથી ચોરી કરી હોવાની કબુલાત આપતા રૂૂમ.25 હજારના બાઈક સાથે અટકાયત કરી હતી.

આ કામગીરી પો.સબ.ઈન્સ આર.એચ.ઝાલા. હે કોન્સ ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિત નિમાવત, અનીલભાઈ જીલરીયા, પો.કોન્સ અમીતભાઈ ભલુર પ્રશાંતભાઈ ગજેરાએ કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement