For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાલીતાણામાં પ્રેમસંબંધ રાખી સગીરા પર સાવરકુંડલાના શખ્સનું દુષ્કર્મ

12:28 PM Mar 11, 2025 IST | Bhumika
પાલીતાણામાં પ્રેમસંબંધ રાખી સગીરા પર સાવરકુંડલાના શખ્સનું દુષ્કર્મ

Advertisement

ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં રહેતી એક સગીરા ઉપર સાવરકુંડલા તાલુકાના એક શખ્સે મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. સગીરાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં આરોપી વિરૂૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે રહેતો નિકુંજ મંગાભાઇ વાળાએ પાલિતાણા પથકની એક સગીરા સાથે પ્રેમ સંબંધમાં સગીરાને લગ્નનની લાલચે ફસાવી હતી જે બાદ સગીરાને તેના પ્રેમ સંબંધ વિશે કોઇને જાણ ન કરવા અને સગીરાને મારી નાંખવાની ધમકી આપી સગીરાની મરજી વિરૂૂદ્ધ ચારેક માસ અગાઉ દુષ્કર્મ આચર્યું હતું જે બાદ અવાર નવાર ધમકી આપતા સગીરાએ ઘરે આરોપીના કૃત્યની વાત કરી સગીરાએ આરોપી નિકુંજ મંગાભાઇ વાળા વિરૂૂદ્ધ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement