દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટના શખ્સે ફડાકો ઝીંક્યો
રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણી દરમિયાન રાજેશ ખીમજી સાકરિયાએ કાગળ આપ્યા બાદ વાળ ખેંચી તમાચો ચોડી દીધો, બોથડ પદાર્થનો ઘા કરી મુખ્યમંત્રીને પછાડી દેતા સનસનાટી
સુપ્રીમ કોર્ટે કૂતરાઓ અંગે આપેલા ચૂકાદા સામે અરજી લઇ પહોંચેલા શખ્સે ભીડનો લાભ લઇ કરેલો હુમલો, પોલીસે ઝડપી લઇ શરૂ કરેલી પૂછપરછ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને તેના જ નિવાસ સ્થાને આજે સવારે 8.30 વાગ્યા આસપાસ રાજકોટના રાજેશ ખીમજી સાકરીયા નામના 41 વર્ષના શખ્સે ફડાકો મારી દેતા ભારે સનસનાટી મચી જવા પામી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે સવારે તેના સતાવાર નિવાસ સ્થાન સિવિલ લાઇન્સ ખાતે લોકોને રૂબરૂ સાંભળી રહયા હતા. ત્યારે રાજકોટનો રાજેશ ખીમજી સાકરીયા અરજી લઇને રજુઆત કરવા પહોંચ્યો હતો અને મુખ્યમંત્રીને હાથોહાથ અરજી આપ્યા બાદ અચાનક જ મુખ્યમંત્રી રેખા ગુપ્તાના વાળ ખેંચી ફડાકો મારી દીધો હતો અને ત્યારબાદ કોઇ બોથડ પદાર્થ તેમની તરફ ફેંકયો હતો અને મુખ્યમંત્રીને ધકકો મારી પછાડી દેતા સ્થળ પર ભારે દેકારો મચી જવા પામ્યો હતો અને અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે આ શખ્સ વધુ હુમલો કરવામા સફળ થાય તે પુર્વે સુરક્ષા કર્મચારીઓએ તેને ઝડપી લીધો હતો અને સઘન પુછપરછ શરૂ કરી છે.
સ્થાનિક પોલીસની પુછપરછમાં આ શખ્સ પશુ પ્રેમી હોય તે તાજેતરમા આવેલા સુપ્રિમ કોર્ટના ચુકાદાથી નારાજ હોય તે અંગેની અરજી લઇને મુખ્યમંત્રી સમક્ષ પહોંચ્યો હતો અને આ દરમિયાન અચાનક હિંસક બની મુખ્યમંત્રી પર હુમલો કરી દીધો હતો.
મુખ્યમંત્રી દિલ્હીના સિવિલ લાઇન્સમાં જાહેર સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે ભીડમાંથી એક વ્યક્તિએ ઉભા થઈને મુખ્યમંત્રીને કાગળ આપ્યો અને વાળ ખેંચીને થપ્પડ મારી હતી. ત્યારબાદ આ શખ્સે મુખ્યમંત્રી તરફ બોથડ પદાર્થનો ઘા કર્યો હતો અને તેમને ધકકો મારીને પછાડી દીધા હતા. નજીકમાં ઉભેલા સુરક્ષા કર્મચારીઓએ આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. દિલ્હી પોલીસ પૂછપરછ પછી જ આરોપીના હુમલાનું કારણ જણાવી શકશે. ભારતીય જનતા પાર્ટીએ રેખા ગુપ્તા પરના આ હુમલાની સખત નિંદા કરી છે.
મળતી માહિતી અનુસાર, સવારે 8:30 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સીએમ સિવિલ લાઇન્સના નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા. તે દરમિયાન, એક વ્યક્તિ ભીડમાંથી ઉભા થઈને મુખ્યમંત્રીને કાગળ આપ્યો. મુખ્યમંત્રી કંઈ સમજે તે પહેલાં જ તે વ્યક્તિએ તેમને થપ્પડ મારી દીધી. ઘટના બાદ તરત જ નજીકમાં ઉભેલા સુરક્ષા કર્મચારીઓએ તેમને પકડી લીધા. દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. તે કોણ હતો અને તેણે કયા હેતુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો તે જાણવામાં આવી રહ્યું છે. હુમલા બાદ, ઘણા ભાજપ નેતાઓ અને દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચી ગયા છે.
તપાસમાં લાગેલી પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી વ્યક્તિ કોઈ વાતથી નારાજ હતો કે પછી આ હુમલો કોઈ ષડયંત્રના ભાગ રૂૂપે કરવામાં આવ્યો હતો. પોલીસે હજુ સુધી હુમલો કરનાર વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી. પોલીસનું કહેવું છે કે પૂછપરછ બાદ તેની ઓળખ સ્પષ્ટ થયા બાદ વિગતો આપવામાં આવશે. રેખા ગુપ્તા પર હુમલા બાદ, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે આજે જાહેર સુનાવણી દરમિયાન, એક વ્યક્તિએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો હતો. આરોપીને દિલ્હી પોલીસે પકડી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
હુમલાખોર રાજકોટના કોઠારિયા રોડ પરનો રહેવાસી
દિલ્હીના મુખ્યમંત્રી રાજેશ ખીમજી સાકરીયા નામનો શખ્સ રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ ગોકુલપાર્ક-2 માં રહેતો હોવાનુ બહાર આવ્યુ છે. દિલ્હી પોલીસે તેની પાસેથી કબ્જે કરેલા આધારકાર્ડમા તેનું એડ્રેસ કોઠારીયા રોડ પર આવેલ ગોકુલપાર્ક-2 દર્શાવવામા આવ્યુ છે અને તેની ઉંમર 41 વર્ષ હોવાનુ જણાવાયુ છે. પોલીસે હાલ આ શખ્સની સઘન પુછપરછ હાથ ધરી છે. હુમલાખોર રાજકોટનો નિકળતા રાજકોટની સ્થાનીક પોલીસ પણ તપાસમા લાગી છે અને તેના પરિવારજનોનો સંપર્ક કરવા પ્રયાસો શરૂ કર્યા હોવાનુ જાણવા મળી રહયુ છે.