નાણાવટી ચોક પાસેથી રેલનગરના શખ્સને 540 નકલી સિગારેટના પેકેટ સાથે ઝડપી લીધો
શહેરમાં નકલી તમાકુ અને સિગારેટનુ બેફામ વેચાણ થતુ હોવાની ફરીયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે માહીતીને આધારે 150 ફુટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે વોચ ગોઠવી રેલનગરના શખસને રૂૂ.27 હજારની કિમતનો 540 પેકેટ નકલી સિગારેટ કજબે કરી તેની પુછતાછ કરતા તે છેલ્લા એક વર્ષથી નકલી સિગારેટ વેચતો હોવાનુ રટણ કરતા ગાંધીગ્રામ પોલીસે વધુ કાર્યવાહી કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ 150 ફુટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે એક શખસ નકલી સિગારેટની હેરાફેરી કરતો હોવાની માહીતીને આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના જમાદાર આર.એમ.ગઢવી સહીતના સ્ટાફે વોચી ગોઠવી શંકાસ્પદ હાલતમાં બેગ સાથે નિકળેલા શખસને અટકાવી તેની પુછતાછ કરતા તે રેલનગરમાં આવેલ અમૃતપુષ્પા આર્કેટમાં રહેતો યશ અશ્વિનભાઈ ડુંગરીયા હોવાનું જણાવતા પોલીસ તેની તલાસી લેતા તેની પાસેથી ફોસ્કવેર કંપનીની સિગરેટનો જથ્થો મળી આવ્યો હોય જેથી તેની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.
બનાવના પગલે પોલીસે ચુડાસમા પ્લોટમાં રહેતા અને એરપોર્ટ ફાટક પાસે આર્શીવાદ કોમ્પલેક્ષમાં કાનાબાર સેલ્સ એજન્સીના નામે ફોરસ્કવેર સિગરેટની ડિલરશીપ ચલાવતા નિખીલ વસંતભાઈ કાનાબારને બોલાવી તેના દ્વારા તપાસ કરાવતા આ સીગરેટનો જથ્થો નકલી હોવાનું જણાવ્યું હતું. પોલીસે નિખિલભાઈની ફરિયાદ નોંધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે,તેઓ ચુડાસમા પ્લોટ મે.રોડ આશીર્વાદ કોમ્પલેક્ષ એરપોર્ટ ફાટક નજીક કાનાબાર સેલ્સ એજન્સી નામની ઓફીસ 17 વર્ષ થી ધરાવે છે અને તેમની પાસે રાજકોટ શહેર તથા આજુબાજુના 30 કીલોમીટરના એરીયાની ફોર સ્કેવર સીગરેટ ની લે-વેચ ની ડીલરશીપ ધરાવે છે.
આ સીગરેટ નામની કંપની સાથે તેમની કંપનીના લોગા કે લખાણ કે ચીત્રો નુ કોપી કરી વેચાણ કરે તો તેના વિરૂૂધ્ધ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.તેની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી યશ ડુંગરીયાની ધરપકડ કરી પુછતાછ કરતા તે છેલ્લા એક વર્ષથી નકલી સીગરેટ વેચતો હોવાનું રટણ કરતા પોલીસે આ સિગરેટનો જથ્થો કયાંથી લાવ્યો તે અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.