કોઠારિયા રોડ પર દારૂ ભરેલી કાર સાથે રેલનગર અને ભગવતીપરાનો શખ્સ ઝડપાયો
04:25 PM Aug 13, 2025 IST
|
Bhumika
Advertisement
આજી રિંગ રોડ પર સહજાનંદ પાર્ક-રમાં શેરી નં. 1માં શેડમાંથી એલ.સી.બી. ઝોન-1ની ટીમે રૂૂા.2.49 લાખની કિંમતની દારૂૂની 144 બોટલ, 2 લીટરના 54 જગ, વગેરે મુદ્દામાલ કબજે કરી ફરાર કાર ચાલકની શોધખોળ શરૂૂ કરી છે.
Advertisement
જ્યારે બીજા દરોડામાં કોઠારીયા રોડ પર શિવભવાની ચોકમાંથી આજી ડેમ પોલીસના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે.જી.રાણા, એએસઆઈ રવિભાઈ વાંક, હારુનભાઈ ચાનીયા અને કિશનભાઈ આહીર સહિતના સ્ટાફે ઋતુરાજસિંહ ઉર્ફે રૂૂપી જગદીશસિંહ ગોહીલ (ઉ.વ.30, રહે. રેલનગર, મે. રોડ) અને ગોરધન આલાભાઈ દાફડા (ઉ.વ.45, રહે. જયપ્રકાશનગર, ભગવતીપરા)ને પકડી રૂૂા. 27 હજારના દારૂૂના 103 ચપલા, ફોન અને કાર મળી કુલ રૂૂા.2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Next Article
Advertisement