મારૂતિનગરના કવાર્ટરમાં પૈસાની લેતી-દેતી મામલે પરાપીપળિયાના શખ્સે બળજબરીથી બાઈક પડાવી
20 હજારની ઉઘરાણીમાં છરી બતાવી મહિલાને ધમકી આપી
જામનગર રોડ બી.આર.ડાંગર કોલેજ પાસે મારુતિનગર ક્વાર્ટરમાં રહેતા શારદાબેન રશીકભાઈ પરમાર(ઉ.વ.22) પોતાના ઘરે હતા ત્યારે પરા પીપળીયામાં રહેતા સતીશ જડુ એ પૈસાની લેતી દેતી મામલે ઝઘડો કરી ફરિયાદીનું સ્કૂટર બળજબરીથી લઈ જતા પરાપીપળીયા ગામના સતિષભાઈ જડુ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
શારદાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.06/07ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામા હુ મારા ઘરે હાજર હતી તથા પતિ બહાર ગયેલા હતા. ત્યારે અમારા ઘર પાસે સતીષભાઈ જળુ આવેલ અને મને કહેલ કે 2સીક ક્યા છે, જેથી મે કહેલ કે મારા પતિ કામે ગયેલા છે.જેથી આ સતીષભાઈએ મને કહેલ કે મારે રસિક પાસેથી રૂૂ.20,000/-લેવાના છે તેનો ફોન લાગતો ન હોય, જેથી હુ આ સ્કૂટર લેતો જાવ છુ.
જેથી મે કહેલ કે આ મોટર સાયકલ મારા નામનુ છે તમે ન લઈ જાતા તો તેઓએ એકદમ ઉશ્કેરાઈ ગયો અને મારી સાથે બોલાચાલી કરવા લાગેલા અને મે મારા પતિને તાત્કાલીક ફોન કરેલો જેથી આ સતીષભાઈ ગાળો બોલતા હોય,તેમજ જ્ઞાતી વિશે ખરાબ શબ્દો બોલવા લાગ્યા હતા તે અરસામા મારા પતિ આવી ગયેલા અને તેઓએ સતીષભાઈને જણાવેલ કે હુ તમારા પૈસા આપી દઈશ તેમ જણાવતા આ સતીષભાઈ મારા પતિને ગાળો બોલવા લાગેલા અને આ સતીષભાઈના હાથમા છરી હતી.
જે મને દેખાડી મારા પતીને કહેલ કે જાનથી મારી નાખીશ.તેમ કહેલ અને ત્યા મા ણસો ભેગા થવા લાગતા આ સતીષભાઈ સ્કૂટર બળજબરીથી લઈને જતા રહેલા હતા.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.