ખંભાળિયા નજીક દારૂનું વેચાણ કરતો માળી ગામનો શખ્સ પીધેલી હાલતમાં ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા મંગળવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એએસઆઈ ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના મોવાણ ગામથી માળી ગામ તરફ જવાના રસ્તે આવેલી સોનલ કૃપા નામની ચા-પાણીની હોટલમાં બેસીને નજીક આવેલા સરકારી ખરાબાના તળાવ જેવી જગ્યામાં દારૂૂ છુપાવી અને ઇંગ્લિશ તથા દેશી દારૂૂનું છૂટક વેચાણ કરતો રામદેવ ઉર્ફે રામલો મેસુર જામ નામના ગઢવી શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી રામદેવ મેસુર ગઢવી કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું પણ ખુલવા પામ્યું હતું.ઝડપાયેલા આ પ્રોહિ. બુટલેગરના કબજામાંથી પોલીસે રૂૂ. 30,100 ની કિંમતની વિદેશી દારૂૂની 23 બોટલ તેમજ રૂૂપિયા 6,000 ની કિંમતનો 30 લીટર દેશી દારૂૂ સહિત કુલ રૂૂપિયા 36,600 નો મુદ્દામાલ કબજે કરી, તેની સામે દારૂૂ પીવા તથા વેચવા સંદર્ભે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, વી.એમ. સીંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા તથા સ્ટાફના ડાડુભાઈ જોગલ, વિપુલભાઈ ડાંગર, ખીમાભાઈ કરમુર, સહદેવસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને વિશ્વદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.