For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાપામાં કારના શો-રૂમમાં તોડફોડ કરનાર ખંભાળીયાનો શખ્સ ઝડપાયો

12:50 PM May 03, 2025 IST | Bhumika
હાપામાં કારના શો રૂમમાં તોડફોડ કરનાર ખંભાળીયાનો શખ્સ ઝડપાયો

જામનગર નજીક હાપા વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કંપનીના કારના શોરૂૂમમાં ગઈકાલે રાત્રે 10.00 વાગ્યે કાર ખરીદવા આવેલા ખંભાળિયા પંથકના બે શખ્સોએ તોડફોડ કરી નાખ્યા પછી પોલીસ દ્વારા બંનેની અટકાયત કરી લેવામાં આવી છે.

Advertisement

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા વિસ્તારના મહેન્દ્ર કંપનીનો શોરૂૂમ આવેલો છે, ત્યાં ગઈકાલે રાત્રિના દસ વાગ્યાના અરસામાં ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના વતની હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ મુળુભા, કે જેઓ કારની ખરીદી કરવા માટે આવ્યા હતા.

વાથી બંને આરોપીએ ફરજ પર હાજર રહેલા અબ્દુલ કાદરભાઇ મહમદ નામના શિકયોરીટી ગાર્ડ સાથે ઝઘડો કર્યો હતો, અને નવી કાર ખરીદવા મામલે હંગામો મચાવ્યો હતો. અને ફરજ પર હાજર રહેલા બે સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો કરી, શોરૂૂમ નો નવ ફૂટનો વિશાળ કદનો કાચ કે જેમાં તોડફોડ કરી નાખી નુકસાની પહોંચાડી હતી.

Advertisement

જે મામલો જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં લઈ જવાય હતો અને કાદરભાઈ નોતીયારનું નિવેદન નોંધી અને તેની ફરિયાદના આધારે કારના શોરૂૂમમાં તોડફોડ અને હંગામા મચાવવા અંગે ખંભાલીયાના હરપાલસિંહ જાડેજા અને મયુરસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો હતો, અને બંને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. પોતાને કાર ખરીદવી હતી, જેની ચાવી નહીં આપતાં ઉસકેરાટમાં આવી ગયા હતો, અને તોડફોડ કરી નાખ્યાની કબુલાત આપી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement