જેતપુરના પાંચ પીપળાના શખસે મહિલા મિત્રનો અંગત પળોનો વીડિયો વાયરલ કરી 10 હજાર માંગ્યા
જેતપુર તાલુકાનાં પાંચ પીપળા ગામનાં એક શખસ દ્વારા તેની મહીલા મિત્ર પાસેથી રૂ. 10 હજાર પડાવવા માટે ધમકી આપી મહીલા મિત્રએ સંબધ તોડી નાખતા ખાંટ શખસે પોતાની મહીલા મિત્ર સાથેનો અંગત પળોનો વીડીયો વાયરલ કરી દેતા આ મામલે જેતપુર સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ખાંટ શખસની શોધખોળ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ ભોગ બબનાર મહીલાએ નોંધાવેલી ફરીયાદને આધારે જેતપુર પોલીસે બીએસએનની કલમ 308 - 2 અને 351 - 3 તેમજ આઇટી એકટની કલમ 6પ અને 61 સહીત હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરીયાદી મહીલાએ નોંધાવેલી ફરીયાદમા આરોપી તરીકે જેતપુર તાલુકાનાં પાંચ પીપળા ગામનાં રીકીન મકવાણાનુ નામ આપ્યુ છે ફરીયાદમા ભોગ બનનારે જણાવ્યુ કે ઇન્સ્ટાગ્રામ મારફતે તેનો પરીચય પાંચ પીપળા ગામનાં રીકીન મકવાણા સાથે થયો હતો . બંને પરીચયમા આવ્યા બાદ એકબીજા સાથે મળતા હતા. અને ફરીયાદીએ પોતાની મરજીથી રીકીન મકવાણા સાથે શરીર સબંધ બાંધ્યો હતો . આ બંને વચ્ચે મરજીથી શરીર સબંધ બંધાયા બાદ કોઇ કારણસર મનમેળ નહી આવતા રીકીનની મહીલા મીત્રએ તેની સાથે સબંધ તોડી નાખ્યો હતો જેથી રીકીન મકવાણાએ અવાર નવાર ફોન કરી તેની મહીલા મીત્રને સબંધ રાખવા માટે દબાણ કરતો હતો . તેમજ બંને વચ્ચેનાં અંગત પળોનો વીડીયો રીકીને ઉતારી લીધો હોય જે વાયરલ કરવાની ધમકી આપી રૂ. 10 હજાર બળજબરીથી કઢાવવા માટે અવાર નવાર ધમકી આપતો હતો.
મહીલા મીત્રએ રીકીન સાથે સબંધ નહી રાખી તેને મચક નહી આપતા રોષે ભરાયેલા રીકીને પોતાનાં અંગત પળોનો મહીલા મીત્ર સાથેનો વીડીયો ઇન્સ્ટાગ્રામમા વાયરલ કરી દીધો હતો.
આ મામલે ભોગ બબનાર રીકીનની મહીલા મીત્રએ અંતે પોલીસમા ફરીયાદ નોંધાવતા જેતપુર સીટી પોલીસે ગુનો નોંધ્યો છે આ બનાવ અંગે જેતપુર સીટી પોલીસે ફરીયાદી મહીલાની ફરીયાદને આધારે ગુનો નોંધી પાંચ પીપળા ગામનાં રીકીન મકવાણાની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.