સ્પામાં મહિલા સાથે ગાંધીગ્રામના શખ્સને પ્રેમ પાંગર્યો, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી તરછોડી
મહિલા પરિણીત અને બે સંતાનની માતા હોવા છતા આરોપી સાથે પત્નીની જેમ રહેતી હતી
રાજકોટ શહેરનાં એક સ્પામા નોકરી કરતી મહીલાને સ્પામા આવતા એક શખસ સાથે પરીચય થયા બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો બાદમા બંને મળવા લાગ્યા હતા. અને ધીમે ધીમે પ્રેમ સબંધ વધતા બંને એક બીજાની નજીક આવ્યા હતા. અને આરોપીનાં છુટાછેડા થઇ ગયા હોય તેમજ મહીલા પરણીત અને બે સંતાનની માતા હોવા છતા બંને પતિ - પત્નીની જેમ રહેવા લાગ્યા હતા. આરોપીએ લગ્નની લાલચ આપી મહીલા પર અવાર નવાર ત્રણેક વાર અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. અને ત્યારબાદ આરોપીએ લગ્નની ના પાડી દેતા અંતે મામલો પોલીસ મથકમા પહોંચ્યો હતો. અને ગાંધીગ્રામ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવતા પોલીસે આરોપીને સકંજામા લઇ પુછપરછ શરૂ કરી હતી.
વધુ વિગતો મુજબ સ્પામા નોકરી કરતી 4ર વર્ષની મહીલાને બે વર્ષ પહેલા ગાંધીગ્રામમા આવેલા અવંતીકા નગર શેરી નં 3 મા રહેતા મીતેષ હર્ષદકુમાર દોશી નામનાં શખસ સાથે પરીચય થતા બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. ત્યારબાદ એકબીજા બહાર મળવા લાગતા અને મોબાઇલ ફોન પર વાતચીત કરવા લાગ્યા હતા. આ સમયે મીતેશે મહીલાને જણાવ્યુ કે તેમનાં છુટાછેડા થઇ ગયા છે. અને તેમને બે સંતાન છે. તેમજ મહીલા પણ પરીણીત અને બે સંતાનની માતા છે. ત્યારબાદ મીતેશે મહીલાને લગ્નની લાલચ આપતા બંને અલગ અલગ સ્થળો પર મળવા લાગ્યા હતા. અને બંને ગાંધીગ્રામ વિસ્તારમા એક મહીના સુધી પતિ - પત્નીની જેમ સાથે પણ રહેતા હતા.
બંને પતિ - પત્નીની સાથે રહેતા હતા. તે દરમ્યાન આરોપી મીતેશે સ્પામા તેમજ અલગ અલગ ત્રણેક જગ્યાઓ પર મહીલા પર દુષ્કર્મ ગુર્જાયુ હતુ. ત્યારબાદ આરોપીએ મહીલાને ગાળો આપી અને લગ્ન નહી કરવાનુ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મહીલાને લાગી આવતા અંતે તે પોલીસનાં શરણે પહોંચી હતી. અને ગાંધીગ્રામ પોલીસ મથકમા પહોંચી મીતેશ દોશી વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ મામલે પીએસઆઇ પી. બી. વાળોતરીયા તપાસ ચલાવી રહયા હોવાનુ જાણવા મળી રહયુ છે.
આ ફરીયાદ મામલે મહીલાએ પોતાનાં નિવેદનમા જણાવ્યુ હતુ કે પોતે મીતેશ સાથે પતિ - પત્નીની જેમ રહેતી હતી. ત્યારે મીતેશનાં માતા પણ હેરાનગતી કરતા હતા. તેમજ પોતે નિર્દોષ હોવા છતા મીતેશે તેની પર હાથ ઉપાડયો હતો. મીતેશ સાથે સબંધ તોડાવી નાખવાનો તેની માતાનો પણ મુખ્ય રોલ હોવાનો આક્ષેપ મહીલાએ પોતાનાં નિવેદનમા કર્યો હતો.