જેતપુરમાં ધોરાજીનો શખ્સ 79 હજારના ગાંજા સાથે ઝડપાયો
જેતપુરનાં ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા ગ્રામ્ય એસઓજીએ બાતમીનાં આધારે દરોડો પાડી ધોરાજીનાં કુખ્યાત શખસને 79 હજારની કિંમતનાં 7 કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો.
આ ગાંજો કોને સપ્લાય કરવાનો હતો. અને ખરીદદાર કોણ તે સહીતની બાબતો પર તપાસ કેન્દ્રીત કરવામા આવી છેે. અને રીમાન્ડ માટે તજવીજ હાથ ધરાઇ છે.
રાજકોટ ગ્રામ્ય એસઓજીનાં પીઆઇ એફ. એ. પારગી અને તેમની ટીમે બાતમીનાં આધારે જેતપુર ઉધોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમા દરોડો પાડયો હતો. આ દરોડામા એસઓજીએ 79 હજારની કિંમતનાં 7 કિલો અને 970 ગ્રામ ગાંજા સાથે ધોરાજીનાં રસુલપરા કુકડા કેન્દ્ર પાસે રહેતા મોહંમદ ગુલામહુશેન શેખની ધરપકડ કરી હતી.
પકડાયેલ મોહંમદ અગાઉ જુનાગઢ અને ધોરાજીમા પણ ગાંજાની હેરાફેરીમા પકડાય ચુકયો છે. એસઓજીએ તેને ત્રીજી વખત ઝડપી પાડયો હતો.આ ગાંજો કયાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો. તે બાબતે તપાસ કેન્દ્રીત કરવામા આવી છે.
જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી એસઓજીનાં પીઆઇ એફ. એ. પારગી સાથે પીએસઆઇ કે. એમ. ચાવડા, પી. બી. મિશ્રા, શિવરાજભાઇ ખાચર, પ્રહલાદસિંહ રાઠોડ, વિરરાજભાઇ ધાધલ, વિજયભાઇ વેગડ, મયુરભાઇ વીરડા, વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવાળ, વિપુલભાઇ ગોહીલ, રામદેવસિંહ ઝાલા, અમુભાઇ વિરડા કામગીરી કરી હતી.