ગોંડલ હનુમાનજી મંદીરમાં ચોરી કરનાર કુંકાવાવના દેવળકી ગામનો શખ્સ ઝડપાયો
ગોંડલ શહેરમા દરબાર ચોક ખાતે આવેલ ગોંડલીયા હનુમાનજી મંદીરમાંથી ચાંદીનો મુગટ તથા ચાંદીના ચાર છત્તરની ચોરી કરનાર કુકાવાવના દેવળકી ગામના શખ્સને પોલીસેસ પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ગોંડલના દરબાર ચોક ચત્રભુજ શેરીમાં આવેલા ગોંડલીયા હનુમાનજી મંદિરમાં ધોળા દિવસે ચોરની ઘટના બની હતી. મંદિરમાં હનુમાન દાદાની મૂર્તનો ચાંદીનો મુગટ અને ગણપતિની મુર્તિ ઉપરનું ચાંદીનું છતર સહિત 40 હજારની મત્તા ની ચોરી થઇ હતી આ મામલે જીવણભાઈ મનસુખભાઈ બુધ્ધભટ્ટીએ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા ગત તા.2-7નાં રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી બંધ રહેલા મંદિરમાં ઘુસેલા તસ્કરે હનુમાનજી મંદિર પરનો ચાંદીનો મુગટ તથા ગણપતિની મૂર્તિ પરના ચાંદીના ચાર છતર સહિત 40 હજારની ચોરી કરી ગયાનું સીસીટીવી ફુટેજ હાથ લાગ્યા છે. જેના આધારે પોલીસે અમરેલીના કુકાવાવના દેવળકીના ગૌતમગીરી ઉર્ફે બાલો કિશોરગીરી મેઘનાથીને ઝડપી લઇ ચોરાઉ મુગટ અને છતર સહીત રૂૂ.1.45 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ,જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.આર.ગોહિલ સાથે યુવરાજસિંહ ગોહિલ,ભાવેશભાઇ સાસીયા તથા ક્રિપાલસિંહ ઝાલા,હરેશભાઇ લુણીએ કામગીરી કરી હતી.