વીંછિયાના અજમેરનો શખ્સ દારૂ ભરેલી કાર સાથે ચોટીલાથી ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ની ટીમે ચોટીલા પંથકમાં પેટ્રોલિંગ દરમ્યાન સણોસણા - ખેરાણા રોડ ઉપર થી ફોર વ્હીલ કારમાં ઇંગ્લીશ દારૂૂની 264 બોટલ, મોબાઇલ ફોન, કાર મળી રૂૂ. 4,03,104 ના મુદ્દામાલ સાથે વિછીંયા તાલુકાનાં અજમેરનાં શખ્સને પકડી પાડી તપાસ હાથ ધરેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ચોટીલા પંથકમાં પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ હકીકત મેળવી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય પઠાણ, આર.એચ.ઝાલા તથા સ્ટાફના વિજયસિંહ પરમાર, કુલદીપભાઇ બોરીચા, વજાભાઇ સાનીયા ની ટીમે સણોસરા થી ખેરાણા ગામ જવાના કાચા રસ્તે સફેદ કલરની મારુતી સ્વીફ્ટ રજી.નં. જી.જે.03કે.સી.5066 ગાડી અટકાવી તલાશી લેતા ભારતીય બનાવટના પરપ્રાતિય ઇંગ્લીશ દારૂૂ મેક ડોનાલ્ડ નં1 વ્હીસ્કીની શીલબંધ બોટલ નંગ-ર64, રૂૂ.1,48,104, મોબાઇલ ફોન, રુ.5000, સ્વીફ્ટ કાર રુ. 2.50.000 મળી એમ કુલ રૂૂ.4,03,104 ના મુદ્દામાલ સાથે રાજકોટ જિલ્લાનાં વિછીંયા તાલુકાનાં અજમેર ગામનાં યોગેશભાઇ બચુભાઇ ઝાપડીયા ને પકડી પાડી તેના વિરૂૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.
પકડાયેલ શખ્સ પકડાયેલ દારૂૂનો જથ્થો કોની પાસેથી લીધો હતો અને ક્યાં લઈ ને જતો હતો સદરૂૂહ ઇંગ્લીશ દારુના હેરફેરમાં અન્ય કોણ કોણ સંકળાયેલા છે. તેમજ નજીકના વિસ્તારમાં કોઇ કટીંગ થયેલ છે કે કેમ? તે સહિતની વિગતો માટે પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી તપાસ શરૂૂ કરેલ છે.