ઉછીના આપેલા પાંચ હજારની ઉઘરાણી કરતા યુવક ઉપર શખ્સ છરી વડે તૂટી પડ્યો
શહેરમા પ્રધ્યુમ પાર્ક પાસે રહેતા યુવાને સબંધના દાવે આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતા નરસંગપરા વિસ્તારના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ પ્રધ્યુમન પાર્ક પાસે રહેતો દિપક ઉર્ફે શિવમ રણજીતભાઇ અગ્રાવત નામનો 18 વર્ષનો યુવાન કેશરીહિન્દ પુલ પાસે આવેલા નરસંગપરામા હતો ત્યારે વિમલ બાવાજી નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા હુમલામા ઘવાયેલા દિપક ઉર્ફે શિવમ અગ્રાવતે વિમલ બાવાજીને છ માસ પહેલા રૂ. પ000 હાથ ઉછીના આપ્યા હતા. દિપક ઉર્ફે શિવમ અગ્રાવત ગઇકાલે નરસંગપરામા હતો ત્યારે વિમલ બાવાજી પાસે હાથ ઉછીના આપેલા રૂ. પ000 ની ઉઘરાણી કરતા વિમલ બાવાજીએ છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો. આક્ષેપના પગલે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.