વિંછીયાના મોટા માત્રા ગામે વાડીમાંથી 1.57 લાખનો દારૂ-બિયર ઝડપાયો
પોલીસ દરોડામાં વાડી માલિક કોળી શખ્સ ફરાર
જસદણ પંથકમાં દારૂની હેરાફેરી મોટાપ્રમાણમાં થઈ રહી હોય ત્યારે વિંછીયાના મોટા માત્રા ગામે પોલીસે બાતમીના આધારે કોળી શખ્સના વાડીમાં દરોડો પાડી રૂા.1.57 લાખની કિંમતનો દારૂ બીયરનો જથ્થો કબજે કર્યો હતો. આ દરોડામાં વાડી માલીક ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ શરૂ કરાઈ છે.
મળતી વિગતો મુજબ, વિંછીયાના મોટામાત્રા ગામે રહેતા અશ્ર્વિર ભવાનભાઈ બાવળીયાની વાડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ કે.બી.ગઢવી અને તેમની ટીમે દરોડો પાડયો હતો. વાડીની ઓરડીમાંથી જુદી જુદી બ્રાંડનો વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 1.57 લાખની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો કબજે કર્યો હતો. આ દરોડામાં વાડી માલીક ઈશ્ર્વર બાવળીયા ફરાર થઈ ગયો હતો. જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ દારૂનો જથ્થો તે કયાંથી લાવ્યો ? તે સહિતની બાબતો તેની ધરપકડ થયા બાદ જાણવા મળશે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.