જામનગરમાં રહેણાંક મકાનમાં ઉતારવામાં આવેલો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો
જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં એક રહેણાક મકાન પર દારૂૂ અંગે દરોડો પાડ્યો હતો, અને 576 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો કબજે કરી લઇ મકાન માલિકની અટકાયત કરી છે, જ્યારે દારૂૂના સપ્લાયર ને ફરારી જાહેર કરાયો છે. જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે શંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની શેરી નંબર -2 માં રહેતા જીતેન્દ્ર ઉર્ફે પિન્ટુ દેવજીભાઈ પરમાર નામના શખ્સ દ્વારા પોતાના રહેણાક મકાનમાં ઇંગલિશ દારૂૂ ની બાટલી નો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરાઈ રહ્યું છે.
જે બાતમી ના આધારે ગઈ રાત્રે પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી કુલ 576 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો માતબર જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂૂપિયા 1,15,200ની કિંમતનો ઇંગ્લીશ દારૂૂ કબજે કરી લઈ મકાન માલિક જીતેન્દ્ર દેવજીભાઈ પરમાર ની અટકાયત કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂૂ નો જથ્થો જામનગરમાં રહેતા પ્રેમ ભદ્રા દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે, અને શોધખોળ હાથ ધરી છે.
