ધો.12ની છાત્રા સાથે મિત્રતા કેળવી વિધર્મી વાનચાલકે આચર્યુ દુષ્કર્મ
સ્કૂલ વાનચાલક સાથે સગીરા ફોન પર વાતચીત કરતી હોય પરિવારને શંકા જતા ભાંડો ફૂટયો
સગીરા સાથેની અંગત પળોના ફોટા સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ કર્યા
રાજકોટ શહેરમાં યુવતીઓ અને સગીરાઓ સાથે સોશિયલ મીડિયામાં સંપર્ક કરી તેમજ તેની સાથે મિત્રતા કેળવી પ્રેમસબંધમાં ફસાવી અને દુષ્કર્મ તેમજ પજવણીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ત્યારે રાજકોટ શહેરના યુનિવર્સીટી પોલીસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.જેમાં કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી છાત્રાને વિધર્મી વેન ચાલકે પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ સગીરા સાથે અંગત પળોના ખાનગી વિડીયો ઉતારી આરોપીએ સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામમાં શેર કરી વાયરલ કરવાની ધમકી આપી હતી.છાત્રા ફોન પર વાતચીત કરતી હોય પરિવારજનોને શંકા જતા છાત્રાનો ફોન તપાસતા તેમા સમગ્ર ઘટનાનો ભાંડો ફુટયો હતો અને યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીને સકંજામાં લીધો હતો.
બનાવની વધુ વિગતો મુજબ,કાલાવડ રોડ પર રહેતાં યુવાને પોતાની ફરીયાદમાં આરોપી તરીકે ઈસ્કોન મંદિર પાછળ આદિત્ય વિંગમાં રહેતાં સેફ ઇલ્યાસ મેમણનું નામ આપતાં યુની. પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ મામલે પીઆઇ એચ.એન.પટેલ અને સ્ટાફે આરોપીને સકંજામાં લીધો હતો.ફરિયાદીએ જણાવ્યું હતું કે,તેની પુત્રી ધો.12માં અભ્યાસ કરે છે. તેમની પુત્રી કાલાવડ રોડ પ્રેમમંદીર પાછળ આવેલા કવાર્ટરમાં રહેતો અને સ્કુલવાન ચલાવતો સેફ ઇલયાસ નામના વિધર્મી શખ્સની વાનમાં સ્કુલે જતી હોવાથી આરોપીને છાત્રા સાથે મિત્રતા થઈ હતી.બાદમાં બન્નેએ એકબીજાના મોબાઈલ નંબર મેળવી ઈન્સ્ટાગ્રામમાં ચેટ કરતા હતા અને બન્ને વચ્ચે ગાઢ સંબંધ થતા વિધર્મી શખ્સે તેનો લાભ લઈ છાત્રાને રવિવારે હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું.છાત્રા તેના ફોનમાં આરોપી સાથે ચેટ કરતી હતી ત્યારે પરિવારને શંકા જતા છાત્રાનો ફોન લઈ તપાસતા સમગ્ર ઘટનાની હકીકત જાણવા મળ્યું હતું.
સગીરાએ સત્ય હકકીત જણાવી હતી કે,તેણીને આરોપી અનેક જગ્યાએ લઈ જઈ તેની સાથે બળજબરી કરી હતી અને અંગત પળોના વિડીયો ઉતારી તેમને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામમાં મોકલ્યા હતાં.ઉપરાંત તું જો મને અવારનવાર મળવા નહીં આવે તો વિડીયો વાયરલ કરી નાંખવાની ધમકી આપી હતી.દિકરીની વાત સાંભળી બાદમાં પરિવારજનો ભોગ બનનાર પુત્રીને લઈને યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને બનાવ અંગેની પોલીસને વાતચીત કરતાં પીઆઈ એચ.એન. પટેલ અને ટીમે સગીરાના પરિવારજનોની ફરિયાદ પરથી વિધર્મી શખ્સ સામે પોકસો,દુષ્કર્મ અને આઇટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી શખ્સને ઝડપી લીધો હતો.
સગીરાને એન્ટ્રી આપી હશે તો બંને હોટેલના સંચાલક સામે થશે કાર્યવાહી: ડીસીપી બાંગરવા
પોકસો અને દુષ્કર્મની ઘટના મામલે ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે,આ ઘટનામાં સગીરાને વિધાર્થી સેફે લગ્નની લાલચ આપી હતી અને પ્રેમસબંધ કેળવી રવિવારે જ્યારે સગીરાના એક્સ્ટ્રા લેકચર હોય ત્યારે જ શખ્સ સગીરાને બે અલગ અલગ હોટેલમાં લઇ ગયો હતો અને તેમની સાથે બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો.આ મામલે પોલીસની ટીમ દ્વારા હોટેલના રજીસ્ટર ચકાસવામાં આવશે તેમજ તેમાં પડેલી એન્ટ્રીમાં ક્યાં આઈડી આપ્યા છે એ અંગે પણ તપાસવામાં આવશે જો સગીરાને તેના આઈડી પર એન્ટ્રી આપવામાં આવી હશે તો બંને હોટેલના સંચાલકો સામે ગુનો નોંધવામાં આવશે.