ત્રંબામાં પાનની દુકાન ચલાવતા યુવાન અને મિત્ર ઉપર પિતા-પુત્રોનો હુમલો
રાજકોટના ત્રંબા ગામે રહેતા અને પાનની દુકાન ચલાવતા યુવાન ઉપર પિતા અને બે પુત્રએ હુમલો કર્યો હતો બચાવવા વચ્ચે પડેલ તેના મિત્રને પણ મારમાર્યો હોય,આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.હુમલાખોરે પોતના પુત્ર રમતો હોય ત્યારે તેને દુકાને કેમ સંતાવા ન દીધો તેમ કહી ઝગડો કરી હુમલો કર્યો હતો.
આ મામલે ત્રંબા રહેતા મહાદેવ નામની પાનની દુકાન ચલાવતા વિપુલભાઈ નરસિંહભાઈ જેસાણીની ફરિયાદને આધારે ભુપત ઉર્ફે હકો પરબતભાઈ બાવળીયા તથા તેના બે દીકરા સતીષ અને બલદેવ સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ વિપુલ દુકાને હતો ત્યારે ગામમાં રહેતો ભુપત ઉર્ફે હકો પરબતભાઈ બાવળીયા તથા તેના બે દીકરા સતીષ અને બલદેવ બંને એમ ત્રણેય જણા આવ્યા અને હકાએ કહેલ કે મારો દીકરો સતીષ તારી દુકાને આવેલ હતો ત્યારે તે કેમ તેને સંતાવવા ન દીધેલ અને તેને શું કામ માર્યું, વિપુલે મેંનથી માર્યો તેમ કહેતા ભુપત ઉર્ફે હકાએ તથા તેના બે દીકરા સતીષ અને બલદેવે ત્રણેયે ઝગડો કરી હુમલો કર્યો હતો આ ઘટનામાં વિપુલને બચાવવા વચ્ચે પડેલ તેના મિત્ર અજયને હકાએ લાકડાનો ધોકાથી ફટકાર્યો હતો.આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.