સુત્રાપાડામાં રીઢો બુટલેગર કારમાં દારુની 165 બોટલ સાથે ઝડપાયો
સુત્રાપાડા પોલીસે વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, બીયર ટીન 165 રૂૂા.86,100 તથા અલ્ટો ફોરવ્હીલ, મોબાઇલ મળી કુલ રૂૂા.1,96,100 ના મુદામાલ સાથે બુટલેગરને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ઝડપાયેલ બુટલેગર સામે અગાઉ 12 ગુન્હા પોલીસ ચોપડે નોંધાયેલ છે.જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા પ્રોહી, જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના ને અનુસંધાને સુત્રાપાડાના પી.આઇ. એન.બી.ચૌહાણ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન હે.કો. જગદીશભાઇ ગોહીલ, ભાવેશભાઇ મોરી, પો.કો. રોહીતભાઇ ઝાલા, હરેશભાઇ વાઝા ને મળેલી હકિકતના આધારે વડોદરા ઝાલા ગામે જતા સિમેન્ટ રોડ પાસે વોચમાં રહેલ ત્યારે કોડીનાર તરફથી એક શખ્સ મારૂૂતી અલ્ટોમા આવતા તેને શંકાના આધારે રોકાવી તપાસ કરતા (1) રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કી પેરોનોડ રીચાર્ડ ઇન્ડીયા પ્રાઈવેટ લીમીટેડ 126, કાંડવા મહાલુંગી તા-ડીડોરી જી-નાસીક મહારાસ્ટ્રા રાજ્ય બનાવટની કાચની 375 એમ.એલ.ની બોટલો 118 રૂૂા.76,700તથા (2) ભારતીય બનાવટની ટેગ પ્રિમીયમ સ્ટ્રોંગ ટીન બીયર 500 એમ.એલ.ની બોટલો 47.રૂૂા.9,400 તેમજ દારૂૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મારૂૂતી અલ્ટો ફોરવ્હીલ નં. જીજે. 01 એચ.આઇ.2866 રૂૂા.એક લાખ તથા એન્ડ્રોઇડ મોબાઇલ મળી કુલ રૂૂા.1,96,100 ના મુદામાલ સાથે જયેશ ઉર્ફ મેઘાણી મહેન્દ્રભાઈ બારડ ઉ.વ.32 ધંધો ખેતી રહે.સુત્રાપાડા હવેલી શેરી વાળાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ઝડપાયેલ આરોપી બુટલેગર સામે અગાઉ 12 જેટલા પ્રોહીબીશનના ગુન્હા નોંધાયેલ હોવાનું તપાસમાં બહાર આવેલ છે.