સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે નિવૃત્ત શિક્ષિકાના ગળામાંથી 1 લાખના સોનાની ચેઇનની ચીલઝડપ
રાજકોટ શહેરનાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સાનિધ્ય એપાર્ટમેન્ટમા રહેતા નીવૃત શિક્ષીકા ગઇકાલે સાંજનાં સમયે પોતાનાં એપાર્ટમેન્ટથી સ્પીડવેલ પાર્ટી પ્લોટ તરફ વોકીંગ કરી જતા હતા ત્યારે અજાણ્યા બાઇકના ચાલકે શિક્ષીકાએ ગળામા પહેરેલો 1 લાખનો ચેઇન ઝુટવી ભાગી ગયા હતા આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સાનિધ્ય એપાર્ટમેન્ટમા રહેતા નીવૃત શિક્ષિકા નીતાબેન હસમુખભાઇ કાલરીયા (ઉ.વ. 60) નામના વૃધ્ધાએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમના પતિનુ 17 વર્ષ પહેલા અવસાન થયુ હતુ. તેમજ તેમને સંતાનમા 1 દીકરી ખુશ્બુ છે.
તેમના લગ્ન પણ બે વર્ષ પહેલા થઇ ગયા છે અને હાલ વૃધ્ધા એકલા રહે છે અને તેઓ સરકારી શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા હાલ તેઓ નીવૃત જીવન જીવી રહયા છે.
ગઇકાલે સાંજનાં આઠેક વાગ્યાનાં સમયે પોતાના એપાર્ટમેન્ટથી સ્પીડવેલ પાર્ટી પ્લોટ તરફ વોકીંગ કરી જતા હતા ત્યારે પાછળથી કોઇ અજાણ્યા બાઇકનાં ચાલકે શિક્ષીકાએ ગળામા પહેરેલા દોઢ તોલાનાં 1 લાખ રૂપીયાનાં સોનાનાં ચેઇનની ચિલઝડપ કરી ફરાર થઇ ગયો હતો.
ત્યારબાદ આ ઘટનાની જાણ વૃધ્ધાએ તેમના દિકરી ખુશ્બુને કરતા તેમણે 100 નંબરમા ફોન કરવાનુ કહયુ હતુ અને બાદમા નીતાબેન અને તેમના દિકરી ખુશ્બુ અને સબંધી પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી.