કારખાનેદારની બીમાર માતાની દેખરેખ રાખતી યુવતીએ ઘરમાંથી 11.20 લાખનો હાથ માર્યો
માલવિયાનગર સોસાયટીનો બનાવ, ક્રાઇમ બ્રાંચ દ્વારા ભેદ ઉકેલવા તપાસ
પ્રદ્યુમન ગ્રીન સી ટી એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદારના માલવીયાનગર સોસાયટીમાં એકલા રહેતા માતાની દેખરેખ માટે રાખેલી કેરટેકર યુવતીને કારખાનેદારની માતાની નઝર ચૂકવી ઘર માંથી 3 લાખની રોકડ અને દાગીના મળી રૂૂ.11.20 લાખની ચોરી કરી હોય જેનો ભાંડો ફૂટી જતા આ મામલે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જોકે આ મામલે ક્રાઈમ બ્રાંચે કેરટેકર યુવતીની પુછપરછ શરૂ કરી છે. ચોરીના દાગીના અને રોકડ કબજે કરવા તજવીજ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ નાના મૌવામાં સયાજી હોટલ પાસે આવેલ પ્રદ્યુમન ગ્રીન સી ટી એપાર્ટમેન્ટ, રાજયોગ વીંગ, બ્લોક નં-1103માં રહેતા અને ગોંડલ રોડ પર મારે ગ્લોટેક સ્ટીલ નામે ભઠ્ઠી ખાતાનુ કારખાનુ ચલાવતા ધીરેનભાઇ હીરાલાલ વાધરે (ઉ.વ.54) રાજકોટની ગીતાંજલી હોમ હેલ્થકેર નામની એજન્સીની કર્મચારી ન્યારા ગામની કેરટેકર ભાવનાબેન રમેશભાઇ ભુત સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ પિતાનું 2022માં અવસાન થતા તેમના માતા માતા હર્ષાબેન હીરાલાલ વાઘર (ઉ.વ-83) માલવીયાનગર સોસાયટી બ્લોક નં-57, માલવીયાનગર મેઇન રોડ, પંચશીલ સ્કુલ પાસે એકલા રહેતા હોય જેથી તેની સાર-સંભાળ રાખવા માટે રાજકોટ ની ગીતાંજલી હોમ હેલ્થકેર નામની એજન્સી મારફતે ન્યારા ગામની ભાવનાબેન રમેશભાઇ ભુતને આ વર્ષના ઓગષ્ટ મહીનાથી કેરટેકર તરીકે રાખેલ હતી અને જે હર્ષાબેનની સતત રાત-દીવસ દેખરેખ રાખતી હતી.
જેના બદલ ભાવનાને રોજના 1400 રૂૂપીયા ચુકવણી કરતા હતા. ગઈ તા-31/10/2025 ના રોજ હર્ષાબેને પુત્ર ધીરેનભાઈને જણાવેલ કે, મારે કેરટેકરની જરૂૂર નથી જેથી ધીરેનભાઈએ એજન્સીને વાત કરી ભાવનાને છુટી કરી દીધેલ બાદમાં ગઇ તા-02/11/2025 ના રોજ બપોરના ધીરેનભાઈ અને તેમના મિત્ર કિશોરભાઇ પટેલ બન્ને માલવિયાનગર સ્થિત માતાના ઘરે ગયેલ અને ત્યારે માતાએ કહેલ કે પોતે એકલી રહેતી હોય કબાટમાં કિંમતી વસ્તુ છે,ઘણા સમયથી મે જોયુ નથી તમો ચેક કરી લો અને અને આ બધી વસ્તુ બેન્કના લોકરમાં મુકી આવો તેમ વાત કરેલ જેથી ધીરેનભાઈએ રૂૂમમાં કબાટ હોય તે ખોલી અંદર જોતા કબાટમાં તો કાઈ છે જ નહી હોય જે વાત માતાને કહેતા હર્શાબેને જણાવેલ કે, મે બધી વસ્તુ કબાટની અંદર રાખેલ હતી તે ક્યા ગઈ હશે જેથી ધીરેનભાઈ અને તેમના મિત્રએ ઘરમાં અલગ-અલગ જગ્યાએ તપાસ કરેલ પણ કયાય જોવા મળેલ નહી ત્યારે હર્શાબેને જણાવેલ કે આ કબાટમાં સોનાના ઘરેણા જેમા સોનાની ઘડીયાલનો બેલ્ટ આશરે 40 ગ્રામનો, સોનાનુ ડોકીયુ આશરે 20 ગ્રામ, સોના ની નાકની ચુક,સોનાનુ ઓમકાર, મોતીની માળા સોનાની મઢેલી તથા 3 લાખ રૂૂપીયા રોકડા મળી રૂૂ.11.20 લાખની મતા હતી.
ધીરેનભાઈને શંકા ગયેલ કે, આ તમામ વસ્તુઓ કેરટેકર તરીકે નોકરી કરતા ભાવનાબેનએ ચોરી કરેલનુ જણાતા ભાવનાને રૂૂબરૂૂ બોલાવી પુછપરછ કરતા પ્રથમ તો સરખો જવાબ આપેલ નહી, પરંતુ વધારે સખ્તાઈ કરી પુછતા ભાવનાને આ ચોરી કર્યાનું કબુલ્યું હતું. હર્ષાબેન વયોવૃધ્ધ હોય અને ઘરની તમામ પ્રકારની વસ્તુઓ તથા કબાટની ચાવીઓ પથારી નીચે રાખતા હોય, તે જાણ કેરટેકર ભાવનાને હોય તેણે ચાવીઓ વતી કબાટ ખોલી અને તીજોરીની અંદર રાખેલ 3 લાખ રોકડા અને રૂૂ.8.20 લાખના દાગીના મળી રૂૂ.11.20 લાખની મતા ચોરી કરી હોય આ મામલે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાંચે કેરટેકર યુવતીની પુછપરછ કરી ચોરીના દાગીના અને રોકડ કબજે કરવા તજવીજ શરૂૂ કરી છે.
ચોરીમાં અન્ય કોની કોની સંડોવણી તે મુદ્દે તપાસ
ચોરીના આ બનાવમાં કેરટેકર ભાવના ભૂત સાથે અન્ય કોણ સંડોવાયેલું છે ? તે મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે વધુ તપાસ શરૂ કરી છે. પ્રધ્યુમન એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદારે જે એજન્સી મારફતે પોતાના વયોવૃધ્ધ માતાની દેખરેખ માટે કેરટેકર તરીકે ભાવનાબેનને નોકરીએ રાખી હોય ત્યારે ભાવના સાથે આ ચોરીમાં મદદગારીમાં તેમજ ચોરાઉ દાગીના સાચવવામાં કોઈની સંડોવણી હોવાની શંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે. જે અલગ અલગ મુદ્દાઓ પર હાલ ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ ચલાવી રહી છે અને ચોરાઉ મુદ્દામાલ રીકવર કરવા અને મદદગારી કરનારના મુદ્દે ચિત્ર સ્પષ્ટ થયા બાદ વિધિવત ભાવનાની ધરપકડ કરવામાં આવશે હાલ ક્રાઈમ બ્રાંચે અલગ અલગ મુદ્દાઓ ઉપર તપાસ ચાલુ રાખી છે.
