ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચુડામાં લવમેરેજ કરનાર યુવતીનું અપહરણ, મોડીરાત્રે પોલીસે યુવતીને છોડાવી પતિને સોંપી

01:10 PM Jul 24, 2025 IST | Bhumika
Advertisement

ચુડાના યુવક યુવતીએ ગયા મહિને ઘરેથી ભાગી જઈ સુરતમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પ્રેમલગ્ન કરેલી યુવતીનું રતનપરથી ફિલ્મી ઢબે અપહરણ કરાયું હતું. બાદમાં મોડી રાત્રે પોલીસે તેને છોડાવી, પતિને સોંપી અને અપહરણ કરનાર 4 શખસ સહિત 9 આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા હતા. ચૂડામાં રહેતા યુવક અને યુવતીએ ગત જૂનમાં ઘરેથી ભાગી જઈ સુરતમાં પ્રેમલગ્ન કર્યા હતા.

Advertisement

હાલ તેઓ રતનપર યુવકની બહેનને ત્યાં રહેતા હતા. તા.19.07.25ના રોજ સાંજે કારમાં આવેલા 4 શખસે યુવતીનું ફીલ્મી ઢબે અપહરણ કર્યાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ચુડાની મહાલક્ષ્મી શેરીમાં રહેતા 22 વર્ષીય યોગેશ હિંમતભાઈ કચીયા વસ્તડી ગામે ભગવતી મેડિકલ સ્ટોર ચલાવે છે. ચારેક વર્ષ પહેલા તેઓ સુરેન્દ્રનગરની એમ.પી. શાહ સાયન્સ કોલેજમાં બીએસસી કરતા હતા ત્યારે ચુડાના પ્રવીણભાઈ પ્રભુભાઈ જાખણીયાની દીકરી કુંજલ સાથે બસમાં ચૂડા જતા આવતા બન્ને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. પરંતુ કુંજલના પરિવારજનો લગ્ન માટે રાજી ન થતા બન્ને તા.11.06.25ના રોજ ઘર છોડીને ગયા અને તા.13.06.25ના દિવસે સુરતના કામનાથ મહાદેવના મંદિરમાં લગ્ન કર્યા હતા. તા.16.06.25 ના રોજ સુરતમા લગ્ન રજિસ્ટર કરાવ્યા હતા. હાલ આ દંપતી રતનપર સમર્પણ સોસાયટીમાં યોગેશભાઈના બહેનને ત્યાં રહેતા હતા.

તા.19.07.25 ના રોજ રાત્રે 8 કલાકે એક કાર લઈને મોઢે કપડાં બાંધીને 4 શખસ આવ્યા હતા. અને યુવતીનું અપહરણ કરી લઇ ગયા હતા. આ બનાવમાં યુવકનાં પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે અપહરણકારોની કારનો પીછો કરી યુવતીને છોડાવી હતી અને ચાર શખ્સ સહિત નવ શખ્સોને ઝડપી લીધા હતા અને યુવતીને તેના પતિને સોંપી હતી.

Tags :
ChudaChuda newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement