For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે બે લાખની ઠગાઈ

11:59 AM Jan 03, 2025 IST | Bhumika
મોરબીમાં વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે બે લાખની ઠગાઈ

મોરબીના શનાળા રોડ પર જયદીપ કંપનીની ઓફિસ ખાતે યુવતીને આરોપીએ વોટ્સએપ ચાલું કરાવી આપવાની લાલચ આપી યુવતીના મોબાઈલમાં ડેસ્ક નામની એપ ઇન્સ્ટોલ કરાવી યુવતીના એકાઉન્ટમાંથી બે લાખ રૂૂપિયા મેળવી લઈ છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર શ્રીજી સોસાયટીમાં રહેતા શિલ્પાબેન ચંદ્રકાંતભાઈ પોપટ (ઉ.વ.33) એ આરોપી વોટ્સએપ નંબર ધારક તથા ત્રણ જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદિને તેમનુ વોટ્સએપ ચાલુ કરાવી આપવાની લાલચ આપી ફરીયાદિના મોબાઇલમા એવલ ડેસ્ક નામની એપ્લિકેશન ઇસ્ટોલ કરાવી ફરીયાદિના મોબાઇલમા ડેબીટ કાર્ડ ગુગલ સ્કેન દ્રારા સ્કેન કરાવી ફરીયાદિના એચ.ડી.એફ.સી બેન્ક એકાઉન્ટ નં-03071000105436 એકાઉન્ટમાથી કુલ રૂૂ. 2,00,000/- જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ફરીયાદિ સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement