ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ સસ્તામાં ડ્રેસ લેવા જતાં યુવતી છેતરાઈ, 27 હજાર ગુમાવ્યા
નાના મવા રોડ શાસ્ત્રીનગર અજમેરામાં રહેતા ડોલિબેન રાજેંદ્રકુમાર ઝાલાડી(ઉ.વ.30)એ ઇન્સ્ટાગ્રામમાં આવેલી રિલ્સ જોઈ ઓનલાઈન સસ્તા ભાવે ડ્રેસ ખરીદવા જતા 27 હજાર રૂૂપિયા ગુમાવતા રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ડોલીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મોદી સ્કૂલ ઈશ્વરીયા ખાતે નોકરી કરૂૂ છુ.તા.13.04ના રોજ ઈંસ્ટાગ્રામમા એક જાહેરાત આવેલ હતી તે મહાલક્ષ્મી ફેશન નામની આઈ ડીમા ઓછી કિંમત મા ડ્રેસ વહેચવાની જાહેરાત હતી અને તે ડ્રેશ ની ઓરિઝનલ કિંમત રૂૂ.4250 હતી. તેમા ડિસ્કાઉન્ટ ભાવમાં રૂૂ.2000/- મા ડ્રેશ નિ કિમત જણાવી હતી.તે ડ્રેશ અમોને ખરીદવાનો હોવાથી અમોએ તે આઈડી ઉપર બતાવેલ નંબર ઉપર વ્હોસ્ટપ એપ્લીકેશનમાં ડ્રેશ ખરીદવા માટે મેસેજ કરેલ અને અમોએ અમારુ એડ્રેશ તથા અન્ય વિગતો આપ્યું હતું અને તેમા સામેથી ઓર્ડર કંફર્મ કર્યો હતો.
અમોના નંબર ઉપર ક્યુઆર કોડ આવ્યો હતો તે કોડ ઉપર અમોએ રૂૂ.2000/- ફોન પે મારફતે ટ્રાંન્સફર કર્યા હતા.બાદ તા.16/04ના રોજ ઓર્ડરની પુછપરછ માટે તે વ્યક્તિ ને મેસેજ કરેલ બાદ અને અમોને કહેલ કે અમારો ઓર્ડર બપોર સુધીમાં મળી જાસે તેવી વાત કરી અને અમોને તે ડ્રેશની ઓરિઝનલ કિંમત રૂૂ.4250 ફરીથી મોક્લવાનુ કહેલ અને મારો ઓર્ડર આવી જાય ત્યારે મને અમારા રૂૂ.4250 પરત કરી આપસે તેવી વાત કરેલ બાદ અમોએ ફરીથી તેને આપેલ કોડ મારફતે રૂૂ.4250/- ટ્રાંસફર કરેલ બાદ અલગ અલગ સમયે મારી પાસે થી ટોટલ રૂૂ.27,100/-ની રકમ તેને આપેલ કોડ મારફતે ટ્રાંસફર કરેલ હતી.ત્યારબાદ છેતરાયાનો અહેસાસ થતા આ અંગે રાજકોટ તાલુકા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પીઆઇ ડી.એમ.હરિપરા તપાસ ચલાવી રહ્યા છે.