મેટ્રોમોનીની સાઇટ પરથી યુવતીએ લગ્ન કર્યા, લગ્નના થોડા મહિનામાં પરિણીતાને મારમારી ઘરમાંથી કાઢી મૂકી
કોઠારીયા રોડ સ્વાતિ પાર્કમાં રહેતા ભાવિષાબેન અંકીતભાઈ ખિચડીયા(ઉ.વ.34)એ પતિ અંકીતભાઈ ખિચડીયા,સાસુ લીલાવંતીબેન ખિચડીયા,સસરા રણછોડભાઈ ગોકળભાઈ ખિચડીયા,નણંદ સારીકાબેન ગજેરા અને મોટા નણંદ ઉર્મિલાબેન વરુણભાઈ રૈયાણી સામે ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.
ભાવિષાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ માનીતા ભાઇ લવજીભાઇ પરમારના ઘરે રહું છું.ભવિશાબેનના લગ્ન લગ્નની એપ્લિકેશન મારફતે સંપર્કમાં આવેલા અંકિત નામના યુવાન સાથે થયા હતા.લગ્નબાદ ભવિશાબેન પતિના ભાઇબંધના લગ્નમાં ગયા હતા ત્યાં સાસુ તથા નણંદ ગયેલ ત્યારે સાંજના ગીત પ્રસંગમાં સાસુને કોઇ અજાણ્યાબેન કહેવા લાગેલ કે તમારે હવે કાંઇ ઉપાધી નથી તમારી પાંચ દિકરી તથા દિકરાના લગ્ન થઇ ગ્યા હવે એક સારીકાબેનની જ ઉપાધી છે બાદમાં લગ્નમાંથી ઘરે આવીને પતિને આ પાંચ બહેન વિશે પુંછતા પતિએ જણાવેલ કે મારે છ બહેનના હિસાબે મારા બીજે કયાંય સગાઇ નહોતી થતી એટલે અમો ખોટુ બોલેલ અને જે વાતને મેં ધ્યાને લીધેલ નહી બાદમાં મારા સાસુ મને સારી રીતે રાખેલ અને મારા સસરા ઘરના કામ બાબતથી મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.
સાસુએ જણાવેલ કે તમો બન્ને પતિ-પત્ની અલગથી રહો તો મારા પતિએ જણાવેલ કે અત્યારે તું તારા પિયરીયે જતી રહે દશ દીવસ બાદ હું તને તેડી જઇશ બાદમાં મારા પતિ તથા કાકાજી સસરા તથા કાકીજી સાસુ મારા ભાઇના ઘરે મુકી ગયેલ અને બીજા દિવસે મારા પતિએ જ હું ભાગી ગઇ છું જે બાબતની ધોરાજી ખાતે તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ જેથી મને તાલુકા પોલીસ સ્ટેશનથી ફોન આવેલ અને મને અરજી સબબ બોલાવેલ જેથી હું તથા મારા ભાઈ ભાભી તથા મારી બેનપણી તથા મારી બેનપણીના પતિ અમો બધા ધોરાજી ખાતે તાલુકા પોલીસ સ્ટેશન માં હાજર થયા હતા.અને ત્યાં પતિએ જણાવેલ કે મોટી બેન તથા નાની બેન જેમ કહે તેમ કરે તો જ મારે જોઇયે છે.
બાદમાં સાસરિયે ગયા બાદ ફરી ઝઘડો થતા નણંદોયાએ હાથથી જાપટ મારેલ બાદમાં મારા પતિએ જણાવેલ કે હાલ તમો બધા જતા રયો હું દશ દીવસ બાદ તેડી જઈશ અને બાદમાં મારા પતિ મને તેડવા આવેલ નહી જેથી મેં અત્રે મહિલા પોલીસ સ્ટેશન ખાતે સમાધાન કરવાની અરજી આપેલ અને અમો બન્ને 5ક્ષોનું કાઉન્સલીંગ કરીને સમાધાન કરેલ અને બાદમાં મે ગણપતી બાપાને સાસરીયે બેસાડેલ અને મોટા નણંદને ફોનમાં વિડિયો કોલ માં બતાવેલ અને નણંદે મારો ફોન કટ કરીને પતિને ફોન કરેલ અને જણાવેલ કે આને ઘરમાંથી કાઢી મુકો જે થી પતિ મારી સાથે ઝઘડો કરી મારકુટ કરવા લાગેલ અને ઘરમાંથી કાઢી મુકેલ બાદમાં મેં હોસ્પીટલમાં સારવાર લીધેલ બાદમાં આ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.