નાની બહેને ગુટખા ખાવા મુદ્દે ઠપકો આપતા યુવતીનો આપઘાતનો પ્રયાસ
ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે પરિવાર સાથે પેટીયુ રળવા આવેલી યુવતિને નાની બહેને ગુટખા ખાવા મુદ્દે ઠપકો આપ્યો હતો. નાની બેનના ઠપકાથી માઠુ લાગી આવતા મોટી બહેને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિસપાન કરનાર યુવતિની તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે ખેતમજુરી કરતા પરિવારની તેજલબેન રંગાભાઈ પગી નામની 20 વર્ષની યુવતિ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવતિને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા નાની મોલડી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસકરનાર યુવતિના પરિવાર ગોધરાનો વતની છે. અને ઢોકળવા ગામે ખેતમજુરી કરે છે. તેજલબેન પગીને ગુટખા ખાવાનું વ્યશન હોવાથી નાની બહેને તુ રોટલાની જેમ કેમ ગુટખા ખાસ ઓછી ખાતી હોય તો તેવું કહેતા તેજલ પગીને માઠુ લાગી આવતા વખ ઘોળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે નાની મોલડી પોલીસ મથકનો સ્ટાફ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.