જ્વેલર્સમાંથી 3.70 લાખના સોનાના ચેઈન ‘ગઠિયો’ ઘરે જોવા લઈ ગયો તે ગયો પાછો આવ્યો જ નહીં!
ગુંદાવાડી મેઈન રોડ એન.આર. જવેલર્સ શોરૂમના સંચાલક પાસે વિશ્ર્વાસુ ગણાતા ગ્રાહકે બે સોનાના ચેઈન રૂા. 30.70 લાખના ઘરે જોવા લઈ જવાના બહાને લઈ યા બાદ દુકાને પરત ચેઈન ન આપવા ન આવતા વિશ્ર્વાસ અને છેતરપીંડીની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે ભક્તિનર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે. બનાવની વિગતો અનુસાર ુગંદાવાડી મેઈન રોડ એન.આર. જવેલર્સના ઉપરના માળે રહેતા સંજય નીતિનભાઈ રાધનપુરા (ઉ.વ.41) નામના વેપારીની ફરિયાદ પરથી કોઠારિયા ગામના કશ્યપભાઈ કિશોરભાઈ રામાણીનુ નામ આપતા તેમના વિરુદ્ધ ર્વિીંવાસ ઘાત એંની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સંજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 1 ના રોજ તેઓ દુકાને હતા ત્યારે ત્યાં દુકાનેથી ખરીદી કરતા કોઠારિયાના કશ્યપભાઈ દુકાને આવ્યા હતા અને તેમણે ચાર મહિના પહેલા જવેલર્સની દુકાને આવી જુનાચેઈના બદલામાં નવાચેઈનની ખરીદી કરી હતી જેથી તેએ વિશ્ર્વાસુ ગ્રાહક બની ગયા હતા.
ત્યાર બાદ તેઓ 22 કેરેટના બે સોનાના ચેઈન એક 20 ગ્રામ અને બીજો 26 ગ્રામનો સોનાનો ચેઈન જોવા લીધા બાદ ઘરે માતાને બતાવવા લઈ જવાની વાત કરી હતી સૌપ્રથમ સંજયભાઈએ ના પાડી હતી અને આમ કોઈને ચેઈન ઘરે લઈ જવા દેતા નથી તેમ વાત કરી હતી અને બાદમાં તેઓએ ચેઈન લઈ ગયા હતા અડધી કલાક વીતી ગયા છતાં તે પરત ન આવતા તેમને કોલ કર્યા હતા અને તેમણે કોલ કાપી નાખ્યા હતાં. બાદમાં વેપારીના નંબર બ્લોક લીસ્ટમાં નાખી દીધા હતાં. બાદમાં જવેલર્સના સંચાલકો આરોપીના ઘરે ગયા ત્યારે તેમના માતા ઘરે હતા અને તેમણે ચેઈન પરત આપી જશે તેમ વાત કરી હતી અને ત્યારે કશ્યપ સામે મળતા તેમણે બન્ને ચેઈન વિશે ગોળ-ગોળ વાતો કરી હતી આરોપી 3.70 લાખના ચેઈન પરત ન આપતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.