લક્ષ્મીનગરમાં સાળાના દીકરાના લગ્નમાં ગયેલા પ્રૌઢના ગળામાંથી 90 હજારની માળાની ચીલઝડપ
સહકારનગર મેઈન રોડ હસનવાડીમાં રહેતા કમલેશભાઇ નાનજીભાઈ નકુમ(ઉ.વ.56)ગઈ કાલે તેમના સગા સાળા હેમતભાઇ બચુભાઈ જારીયા (રહે.લક્ષ્મીનગર શેરી નં-0 6, અમૃત ક્રેડીટ સોસાયટી પાસે)ના દીકરાના લગ્નમાં આવ્યા હતા અને ત્યાં લક્ષ્મીનગર શેરી નમ્બર-6 પાસે હતા ત્યારે અજાણ્યા બાઈકના ચાલકે તેમના ગળામાં પહેરેલા 90 હજારની સોનાની માળાની ચિલ્ઝડપ કરી ભાગી હતા માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
કમલેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.16/11ના રોજ સગા સાળા હેમતભાઇ બચુભાઈ જારીયા દીકરા આશીષના લગ્ન પ્રસંગમાં આવેલ હોય અને રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ અમો બધા સગા-સંબધી જમીને હું તથા મારા સ ગા અરજણભાઇ કરશનભાઇ જારીયા બન્ને નાના મૌવા મેઇન રોડ, સુર્યમુખી હનુમાન મંદીર પાસે, બાલાજી પાન નામ ની દુકાન પર પાન ખાવા માટે ગયેલ હતા, અને પાન ખાઇને આશરે સાડા નવેક વાગ્યે ચાલીને પરત ફરતા લક્ષ્મીનગર શે રી નં-06, અમૃત ક્રેડીટ સોસાયટીના ખુણા પાસે પહોચતા, એક અજાણ્યો ઇસમ સામેથી કાળા કલરનું એક્ટીવા ચલાવી લાવી અને મે મારા ગળામાં પહેરેલ રૂૂદ્રાક્ષની સોનાની આશરે પાંચ તોલાની માળા જોટ મારી અને ખેંચી આ અજાણ્યો એક્ટીવા ચાલક લઇને નાસી ગયો હતો.
જે એક્ટીવા ચાલકને પકડવા જતા હું દોડતા-દોડતા 2સ્તામાં પડી ગયેલ, જેથી મને હોઠ તથા નાક અને જમણા હાથની આંગળી પર છોલાયેલ જેવી ઇજા થયેલ, એવી રીતે અજાણ્યો શખ્સ તેની કાળા કલરની એક્ટીવા લઇને આવી અને 90 હજારની રૂૂદ્રાક્ષની સોનાની માળા આશરે પાંચ તોલાની મારા ગળામાથી અચાનક આંચકી લઈ ભાગી ગયો હતો.આ અંગે માલવીયા પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.