For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઠગ ટોળકીએ રૂા.80 લાખના કમિશનની લાલચ આપી રાજકોટના વેપારી પાસેથી બે કરોડ પડાવ્યા

11:21 AM Sep 11, 2024 IST | Bhumika
ઠગ ટોળકીએ રૂા 80 લાખના કમિશનની લાલચ આપી રાજકોટના વેપારી પાસેથી બે કરોડ પડાવ્યા
Advertisement

જ્યાં લોભિયા હોય, ત્યાં ધુતારા ભૂખે ન મરે તે ઉક્તિ સાર્થક કરતો વધુ એક કિસ્સો નોંધાયો છે. અમદાવાદ, મુંબઇ અને દુબઇની ઠગ ટુકડીએ રાજકોટના વેપારીને ટાર્ગેટ કરી તેની પાસેથી રૂૂ. બે કરોડ પડાવી લીધા. ઇન્ડસ ટાવર કંપનીમાં રોકાણ કરી મોટું કમિશન ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવવાની લાલાચ આપી બે કરોડનું આંગડિયુ કરાવી દીધું. જો કે કમિશન કે રૂૂપિયા કંઇ જ નહીં મળતા આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ થઇ છે.રાજકોટમાં અનાજના હોલસેલના વેપારી ચેતન અમલાણીને અમદાવાદના હિતેશ રાઠોડે પોતાના એક મિત્ર અશ્વિન ઝવેરી પાસે ઇન્વેસ્ટમેન્ટની સારી સ્કીમ હોવાનું જણાવ્યું હતું.

જેને પગલે રોકાણની સ્કીમ સમજવા માટે તે અમદાવાદ આવ્યા હતો. હિતેશ રાઠોડે તેને નલિન અને અશ્વિન સાથે વાત કરાવી હતી. ત્યાર બાદ તેઓ કરગીલ પેટ્રોલ પંપ પાસે ધી કેપિટલ બિલ્ડિંગના છઠ્ઠા માળે એક ઓફિસમાં મીટિંગ કરી હતી. જ્યાં અશ્વિન ઝવેરીએ નલિન, બ્રિજેશ અને દીપકની ઉપસ્થિતિમાં ચેતનને જુદી જુદી સ્કીમની વાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે પોતે ઇન્ડસ ટાવર કંપની માટે કામ કરે છે. હાલ કંપનીને ફંડની જરૂૂર છે. કંપની માત્ર રોકડ રૂૂપિયામાં ફંડ મેળવે છે અને કમિશન સાથે કોઇ ટ્રસ્ટના એકાઉન્ટમાં પરત જમા કરાવી દે છે. તેથી કંપની આ રોકડ દાનમાં આપી હોવાનું ઇનકમ ટેક્સમાં દર્શાવી શકે. ચેતન વાતમાં આવતાં ઝવેરીએ જુદી જુદી ત્રણ સ્કીમની વાત કરી હતી. જેમાં બે કરોડના રોકાણ પર બે કરોડ, એંસી લાખ પરત મળે. અને તે પણ અડધા કલાકમાં જ પરંતુ કોઇ ટ્રસ્ટના જ એકાઉન્ટમાં જમા થાય.

Advertisement

ચેતને તરત જ પોતાના ઓળખિતા ઘનશ્યામભાઇને સંપર્ક કરી તેમના યશોનંદર ટ્રસ્ટમાં આ રૂૂપિયા આવે તે માટે મનાવી લીધા હતા અને અડધા કલાકમાં એંસી લાખનો નફો કમાવા માટે બે કરોડ લઇ ઘનશ્યામભાઇ સાથે અમદાવાદ પહોંચ્યો હતો. ઝવેરીએ આ રૂૂપિયા સિંધુભવન રોડ પર વી. પટેલ સર્વિસ નામની આંગડિયા પેઢી મારફત જ કરવાનો આગ્રહ રાખ્યો હતો. જ્યાં રૂૂપિયા ગણવા માટે જમા કરાવવાના અને ટોકન લેવાનું. ટ્રસ્ટના એકાઉન્ટમાં રૂૂપિયા જમા થાય પછી જ આંગડિયા પેઢી મારફતે પૈસા મોકલવાનું નક્કી થયું હતું. ચેતને રૂૂપિયા જમા કરાવી ટોકન પેટે એક રૂૂપિયાની નોટ લીધી અને એંસી લાખના નફાની રાહ જોવા લાગ્યો પાંચ કલાક સુધી કોઇ જ રૂૂપિયા એકાઉન્ટમાં જમા થયા નહીં. જેથી રૂૂપિયા પરત લેવાનો પ્રયાસ કર્યો ત્યારે આંગડિયા પેઢીના સંચાલકે જાણ કરી કે ટોકનના રૂૂપિયાની વિગતો અશ્વિન ઝવેરીએ મુંબઇના બાબુ નામના વ્યક્તિને આપી આંગડિયુ મુંબઇ કરાવી દીધું હતું. બાબુએ આ રૂૂપિયા લઇ દુબઇમાં સંદીપ પાટીલને મોકલી આપ્યા છે. આ બાબતે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement