બ્રહ્મસમાજ ચોકમાં વેપારી લઘુશંકા કરવા ગયાના 20 મીનીટમાં ગઠિયો 1.25 લાખની ચોરી કરી ફરાર
રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે વેપારી દુકાન ખુલ્લી રાખી લઘુશંકા કરવા ગયાના માત્ર 20 જેટલી મિનિટમાં ગઠિયો દુકાનમાંથી રોકડ રૂૂ.1.25 લાખ રૂૂપિયા ભરેલો થેલો અને જરૂૂરી ડોક્યુમેન્ટ ઉઠાવી લઇ ગયો હોવાનું જાણવા મળતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,સોમનાથ સોસાયટી-3માં રહેતા વિપુલભાઇ બટુકભાઇ નિંરજની(ઉ.વ.45)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે નચીકેતા ઇલેક્ટ્રીક નામે ઇલેક્ટ્રોનીક ટુલ્સની દુકાન ચલાવી તથા મની ટ્રાન્સફરનુ કામ કરી મારુ તથા પરીવારનુ ગુજરાન ચલાવુ છુ.તા.04/06ના રાત્રીના આશરે આઠેક વાગ્યાની આસપાસ મારે મારી દુકાનનુ કલેકશન આશરે 1,25,000/- જેટલા રૂૂપીયા આવ્યું હતું.
જે મે મારા દુકાનમાં મારા ટેબલની નીચે એક કાળા કલરના થેલામાં રાખેલ અ ને જે કાળા થેલામાં મારા એસ.બી.આઇ બેંકની પાસબુક તથા નાગરીક બેંકની પાસબુક તથા મારા ડેબીટ કાર્ડ જે પૈકી એ સ.બી.આઈ, આઈસીઆઇસીઆઇ, કોટક, તથા નાગરીક બેંકના હતા તથા તેમા મારા ક્રેડીટકાર્ડ તથા આધારકાર્ડ અને પાન કાર્ડ જેવા જરૂૂરી ડોક્યુમેન્ટ પણ હતા. હુ મારૂૂ કામ કરવા લાગેલ બાદ રાત્રીના નવેક વાગ્યાની આસપાસ મારે પેશાબ કરવા માટે જવુ હોવાથી હુ મારી દુકાન ખુલ્લી રાખીને ગયેલ અને મારો આ પૈસા ભરેલ થેલો પણ દુકાનમાં જ હતો બાદ હુ પેશાબ કરીને આવ્યો તો મારી દુકાનમાં આ કાળા કલરનો પૈસા ભરેલ થેલો હતો નહીં જેથી મે આજુ બાજુ તપાસ કરેલ પરંતુ આ મારા પૈસા ભરેલ થેલો મને મળેલ નહીં જેથી મને થયુ કે મારો થેલો કોઇ ચોરી ગયેલ હશે જેમા કલેકશનના આશરે રોકડા રૂૂ.1,25,000/- હતા જે કાળા થેલામાં મારા એસ.બી.આઇ બેંકની પાસબુક તથા નાગરીક બેંકની પાસબુક તથા મારા ડેબીટ કાર્ડ જે પૈકી એસ.બી.આઈ, આઈસી આઈ સી આઇ, કોટક, તથા નાગરીક બેંકના હતા તથા તેમા મારા ક્રેડીટકાર્ડ તથા આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા જરૂૂરી ડોક્યુમેન્ટ પણ હતા.જેથી આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરતા પીએસઆઈ મકરાણી તપાસ ચલાવી રહ્યા છે.