For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રના યુવાનોને વિદેશમાં ખેતી કામ અને નોકરીના બહાને રાજકોટની યુવતી સહિતની ટોળકીએ 78 લાખ પડાવ્યા

01:24 PM Jun 20, 2025 IST | Bhumika
સૌરાષ્ટ્રના યુવાનોને વિદેશમાં ખેતી કામ અને નોકરીના બહાને રાજકોટની યુવતી સહિતની ટોળકીએ 78 લાખ પડાવ્યા

24 નોકરી વાંચ્છુઓને શીશામાં ઉતાર્યા, રાજકોટના અયોધ્યા ચોક પાસે બેરોજગારોને છેતર્યા

Advertisement

પોરબંદર તાલુકાના કુણવદર ગામના ભેજાબાજ શખ્સે યુ-ટયુબમાં નોકરી અંગે લાલચ આપતો વીડિયો મુકી નોર્વે અને ઓસ્ટ્રિયામાં ખેતીકામ કરવાની નોકરી અપાવવાના બહાને 24 નોકરી વાંચ્છુઓને શીશામાં ઉતારી ટૂકડે ટૂકડે રૂૂા. 98 લાખ જેવી માતબર રકમ એકત્ર કરી બાદમાં વીસ લાખ પરત આપ્યા બાદ નોકરી પણ નહી અને પૈસા પણ પરત નહી એમ કરી રૂૂા. 78 લાખનો ધૂંબો મારી દેતા મામલો પોરબંદરના પોલીસ મથકમાં પહોંચ્યો છે. જેમાં પોરબંદરના છેતરાયેલા ડ્રાઈવર યુવાને આ શખ્સ અને રાજકોટની એક યુવતીની સામે ફરિયાદ નોંધાવી છે.

પોરબંદરના જયુબિલી વિસ્તારમાં કસ્તુરબા સ્કૂલની પાસે રહેતા ડ્રાઈવિંગનો અભ્યાસ કરતા પ્રતાપ ભીખુભાઈ ઓડેદરા નામના યુવાને કુણવદરના રામ સાજણ ગોઢાણિયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસને જણાવ્યા મુજબ ઉપરોકત શખ્સે રાજકોટની મીતલ વિનયકુમાર સુરજીવાલાને સાથે રાખી યુટયુબમાં વીડિયો બનાવી મૂક્યો હતો અને એમાં કહેવામાં આવ્યું હતું કે જેણે નોર્વે અને ઓસ્ટ્રિયામાં ખેતીકામમાં નોકરી કરવી હોય એ લોકો અમારો સંપર્ક સાધે હું અમે તમોને વર્ક વિઝા કરાવી આપશુ અને આ માટે જવાનું ભાડું તેમજ અન્ય ખર્ચ મળીને રૂૂા.દસ લાખનો ખર્ચ થશે આથી તેણે અને અન્યોએ તેનો સંપર્ક સાધ્યો હતો.

Advertisement

આથી આ શખ્સ જે વ્યકિત એનો સંપર્ક કરે એને રાજકોટના અયોધ્યા ચોકમાં મિતલ સુરજીવાલા પાસે મોકલી જુદા જુદા લખાણપટ્ટી કરાવીને કટકે કટકે પૈસા વસુલતા હતા. જેમાં પહેલા દોઢ લાખ એ પછી જોબ ઓફર લેટર આવે ત્યારે અડધો લાખ, વર્ક પરમીટ આવે એટલે દોઢ લાખ, મેડિકલના પૈસા આ બધા નાણા આપ્યા બાદ નેવું દિવસમાં ક્ધફર્મ થઈ જશે. આથી બધાએ જુદી જુદી રકમ આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement