For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકલી પોલીસ બની BPCLના નિવૃત્ત કર્મચારી પાસેથી ટોળકીએ 1 કરોડ પડાવ્યા

04:03 PM Sep 11, 2024 IST | Bhumika
નકલી પોલીસ બની bpclના નિવૃત્ત કર્મચારી પાસેથી ટોળકીએ 1 કરોડ પડાવ્યા
Advertisement

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડની ધમકી આપી સુપ્રીમ કોર્ટની નોટિસ મોકલી ટોળકીએ અલગ અલગ એકાઉન્ટમાં મરણમૂડી ટ્રાન્સફર કરાવી લીધી

રાજકોટના એરપોર્ટ પાસે યોગેશ્વર સોસાયટીમાં રહેતા બીપીસીએલ કંપનીના નિવ્રુત કર્મચારીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ફોન કરી મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સુપ્રીમ કોર્ટની ફેક નોટિસ મોકલી ડરાવી રૂૂ.1 કરોડથી વધુ રકમ પડાવી લેતા આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

Advertisement

બીપીસીએલ કંપનીના નિવ્રુત કર્મચારી અશ્વીનભાઈ માનસિંહ તલાટીયા (ઉ.વ.-65)ફરિયાદમાં જણાવ્યું છે કે,તેમને ગઈ તા-09/07/2024 ના વોટ્સએપ ઉપરથી વોટસએપ કોલ આવ્યો હતો અને ફોન કરનાર હીન્દીમા પોતે મુંબઇ ક્રાઇમ બ્રાંચથી પોલીસ ઇન્સપેકટર અજય પાટીલ બોલતો હોવાનું જણાવ્યું હતું. અને તમારા વિરુધ્ધમા મુંબઇ ક્રાઇમ બ્રાંચમા એફઆઈઆર દાખલ થયેલ છે જેમા નરેશ ગોયેલ નામના શખ્સની મની લોડરીંગ ના ગુનામાં ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કેનરા બેંકનું એકાઉન્ટ તથા એ.ટી.એમ. કાર્ડ મળ્યું છે.

તેવી વિગત મને જણાવેલ હતી. ત્યારબાદ અજય પાટીલે અશ્વિનભાઈને તેના સીનીયર ઓફીસર વિનયકુમાર ચોબે સાથે વાત કરાવી હતી જેણે અશ્વિનભાઈને ધરપકડ વોરંટ નીકળેલ છે અને તમને 2 કલાકમાં સી.બી.આઇના સ્ટાફ એરેસ્ટ કરી લેશે પછી આ વિનયકુમાર કહેલ કે તમે કેસ બાબતે ચેક કરૂૂ પછી તેને કને કહેલ કે તમારા વિરૂૂધ્ધ એરેસ્ટ વોરંટ નીકળી ગયેલ છે હવે આ કેસ મારા હાથમાં નથી હવે મારા સીનીયર આકાશ કુલહરી સાથે વાત કરો આ કેસ આ તમને કોઇ રાહત થાય તો તેમ કહીને આ આકાશ કુલહરી સાથે ફોનમાં વાત કરાવેલ હતી. ત્યારબાફ અશ્વિનભાઈને સ્કાયપી એપ્લીકેસમાં સુપ્રિમ કોર્ટની નોટીસ મોકલી હતી અને બે કલાકમાં સુપ્રિમ કોર્ટમાં પહોંચી જવા વાત કરી હતી.અશ્વિનભાઈએ બે કલાકમાં સુપ્રીમ કોર્ટ કઈ રીતે પહચી શકું તેમ કહેતા,તમારૂૂ ફાઇનાન્સ આર.બી.આઇ ઓડીટર પાસે ચેક કરાવુ પડશે તેમ કહી ફરી કોલ કરવા જણાવ્યું હતું.

ત્યાર બાદ ફરી ફરીથી ફોન આવ્યો હતો અને સામે વાળાએ એકાઉન્ટમાં રૂૂપિયા ટ્રાન્સફર કરો ત્યાં સુધીમાં તમારૂૂ વોરંટ ટેમ્પરરી સ્ટોપ કરાવેલ છે અને ત્યાં સુધીમાં તમે બધા પૈસા ટ્રાન્સફર કરો તેમ કહ્યું હતું. અશ્વિનભાઈએ જે એકાઉન્ટ નંબરો આપ્યા તે અલગ અલગ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી હતી. આ દરમ્યાન આકાશ કુલહરીએ દર અડધી કલાક - કલાકે વોટસએપમાં મેસેજ કરવાનો તથા રીપોર્ટ કરવાનો છે તેમ કહી નહી કરો તો તમારી પાછળ સી.બી.આઈ તથા મની લોન્ડ્રીંગવાળા છે. તમારી જાનનુ જોખમ છે. તેમ કહી ડરાવ્યા હતા. આ ટોળકીએ અશ્વિનભાઈને આ કેસની ઇન્કવાયરી પુરી થાય એટલે જમા કરાવેલ રમક પરત આપી દેવામાં આવશે તેમ કહેલ હતુ.

અશ્વિનભાઈ પાસે તેમનું તમામ સેવિંગ આ ટોળકીએ જણાવેલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધું હતું. છતાં આકાશ કુલહરીએ કેસના ઈન્સ્પેક્શન માટે વધુ 30,00,000 જમા કરાવવાનું કહેતા અશ્વિનભાઈએ મીત્ર હર્ષદભાઈ વિનોદરાઈ આસ2 પાસે હાથ ઉછીના રૂૂપિયા લેવા માટે ગયા અને પોતાની સાથે બનેલ સમગ્ર ઘટના અંગે વાત કરતા હર્ષદભાઈએ આ ફ્રોડ હોવાનું કહી ફરિયાદ કરવાની સલાહ આપી હતી.જેથી અશ્વિનભાઈએ ગત તા -26/07/2024 ના 1930માં ફોન કરી ફરિયાદ નોંધવી હતી જેના આઘારે સાયબર ક્રાઈમ પોલીસે અશ્વિનભાઈ સાથે થયેલ રૂૂ.1.1,03,67,000ની છેતરપિંડી અંગે ગુનો નોંધી આ ટોળકીને પકડી લેવા તપાસ શરુ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement