ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં મંદિર-જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ: નવ ગુનાનાં ભેદ ખુલ્યા

11:26 AM Aug 10, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

રોકડ, દાગીના અને બાઇક મળી રૂા.1.59 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંદિર અને જવેલર્સની દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતી તસ્કર ટોળકીને એલસીબીની ટીમે ભરતનગર ચોકડથી તરસમિયા તરફ જતાં રોડ પરથી એલસીબીએ ઉઠાવી લીધી હતી. ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ, ચાંદીના દાગીના, બાઈક મળી 1.59 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરતનગર ચોકડીથી તરસમિયા રોડ પર આવેલ રામદેવપીર બાપાના મંદિર પાસે ચાર શખ્સ હોન્ડા સાઈન બાઈક નં.જીજે.04. ડીકે.9975માં સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ લઈને શંકાસ્પદ હાલતમાં ઉભા હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દોડી જઈ વિક્રમ મથુરભાઈ કંટારીયા (ઉ.વ.46, રહે, હાલ ધરમશીભાઈ ધાપાના મકાનની બાજુમાં, શીતળા માતાના મંદિર પાસે, ઘોઘારોડ, મુળ સુરકા, તા.ઘોઘા), સુમરીયાસીંગ ઉર્ફે નાનકો કાપસીંગ સુરસીંગ બામનિયા (ઉ.વ.21), કાપસીંગ સુરસીંગ બામનિયા (ઉ.વ.55) અને મદન બીલામસીંગ બામનિયા (ઉ.વ.19, રહે, બહેડિયા, તા.જોબટ, જિ.અલી રાજપુર, રાજ્ય મધ્યપ્રદેશ, હાલ દીલિપભાઈ કોન્ટ્રાક્ટરની સાઈટમાં, સુભાષનગર, પંચવટી ચોક) નામના શખ્સોને ઉઠાવી લઈ આગવીઢબે પૂછતાછ કરતા ચારેય શખ્સ પોલીસ સમક્ષ પોપટની જેમ બોલવા લાગ્યા હતા અને છેલ્લા ત્રણથી સાડા ત્રણ વર્ષન સમયગાળા દરમિયાન ચારેય શખ્સ અને અન્ય તેના સાથીદારો સાથે મળીને ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મંદિરો અને જવેલર્સની દુકાનોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

જેના આધારે એલસીબીએ ઝડપાયેલી તસ્કર ટોળકી પાસેથી રોકડ રૂૂા.24,200, રૂૂા.80,170ની કિંમતના ચાંદીના અલગ-અલગ દાગીના, બાઈક મળી કુલ રૂૂા.1,59,870નો મુદ્દામાલ કબજે કરી ભરતનગર પોલીસને સોંપી દીધા હતા.

છેલ્લા સાડા ત્રણેક વર્ષથી પોલીસને હંફાવતી તસ્કર ટોળકી આખરે ઝડપાયા બાદ પૂછતાછમાં વટાણાં વેરી દીધા હતા. એલસીબીના હાથે ઝડપાયેલા ચારેય શખ્સે નવ ચોરીની કબુલાત આપી હતી.

વિક્રમ મધ્યપ્રદેશથી કડિયાકામ કરવા માણસોને બોલાવી જગ્યા દેખાડતો

મંદિરો અને સોનીની દુકાનોને નિશાન બનાવતી ભાવનગર અને મધ્યપ્રદેશની તસ્કર ટોળકી પોલીસના હાથે ઝડપાયા બાદ એલસીબીની પૂછપરછમાં સ્થાનિક આરોપી વિક્રમ અગાઉ કડિયાકામ કરવા માટે મધ્ય પ્રદેશથી માણસોને બોલાવતો હોય, તેમાંથી કેટલાક શખ્સો સાથે તેને મિત્રતા થાય એટલે તેને ચોરી કરવા માટેની જગ્યાઓ દેખાડતો હતો. ત્યારબાદ રોકી કરી અલગ-અલગ મંદિર-જવેલર્સની દુકાનોમાં રાત્રિના સમયે ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat news
Advertisement
Advertisement